Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

બંધારણ- લોકતંત્ર- સશસ્ત્ર સેના બાદ સંઘ ભારતીયોનું રક્ષક

સુપ્રિમ કોર્ટના પુર્વ ન્યાયધીશ કે.ટી. થોમસનું નિવેદન

નવી દિલ્હી તા.૪ : સુપ્રિમ કોર્ટના નિવૃત જસ્ટીસ કે.ટી.થોમસે કહ્યુ છે કે બંધારણ, લોકતંત્ર અને સશસ્ત્ર સેનાઓ બાદ આરએસએસએ ભારતના લોકોને સુરક્ષિત રાખેલ છે. થોમસના કહેવા મુજબ સેકયુલરીઝમનો વિચાર ધર્મથી દુર રાખવો ન જોઇએ. કોટાયમમાં સંઘના કેમ્પને સંબોધીત કરતા પુર્વ જ્જે કહ્યુ હતુ કે, જો કોઇ એક સંસ્થાને કટોકટી દરમિયાન દેશને આઝાદ કરાવવાનો શ્રેય મળવો જોઇએ તો હું આ શ્રેય આરએસએસને આપીશ. થોમસે કહ્યુ છે કે સંઘ પોતાના સ્વયંસેવકોમાં રાષ્ટ્રની રક્ષા કરવાના હેતુસર શિસ્ત ભરે છે.

તેમણે કહ્યુ છે કે, સાપોમાં વિષ હુમલાનો સામનો કરવા માટે હથિયાર તરીકે ઉપયોગ થતો હોય છે આ જ રીતે માનવની શકિત કોઇપર હુમલો કરવા માટે નથી બની. શારીરિક શકિતનો મતલબ હુમલાથી ખુદને બચાવવા માટે છે. આવુ બતાવવા અને વિશ્વાસ કરવા માટે હું સંઘના વખાણ કરૂ છું. હું સમજુ છે કે સંઘનુ શારીરિક શિક્ષણ કોઇપણ હુમલાના સમયે દેશ અને સમાજની રક્ષા માટે છે.

જસ્ટીસ થોમસે કહ્યુ હતુ કે, જો પુછવામાં આવે કે ભારતના લોકો સુરક્ષિત કેમ છે તો હું કહીશ કે દેશમાં એક બંધારણ છે, લોકતંત્ર છે, સશસ્ત્ર દળ છે અને ચોથુ સંઘ છે આવુ એટલા માટે કહુ છું કે સંઘે કટોકટીની વિરૂધ્ધ કામ કર્યુ હતુ.

સેકયુલરીઝમના સિધ્ધાંત પણ તેમણે કહ્યુ હતુ કે, આનો વિચાર ધર્મથી અલગ રાખવો ન જોઇએ. બંધારણે સેકયુલરીઝમને પરીભાષા નથી ગણાવી. લઘુમતીઓ સેકયુલરીઝમને પોતાની રક્ષા માટે ઉપયોગ કરે છે પરંતુ આ સિધ્ધાંત એનાથી ઘણો વધુ છે. આનો અર્થ એ છે કે દરેક વ્યકિતના સન્માનની રક્ષા થવી જોઇએ. એક વ્યકિતનું સમ્માન કોઇપણ ભેદભાવ, પ્રભાવ અને ગતિવિધિથી દુર રહેવુ જોઇએ. જસ્ટીસ થોમસે કહ્યુ હતુ કે, લઘુમતીઓએ કયારેય અસુરક્ષિત મહેસુસ કરવુ જોઇએ કે જયારે તેઓ બહુમતી પાસે લોકો પાસે ન હોય એવા અધિકારોની માંગ શરૂ કરે.(૩-૮)

(11:29 am IST)