News of Wednesday, 3rd January 2018

કેનેડાના ૧૫ શીખ ગુરુદ્વારાઓમાં ભારતીય ઓફિસરો માટે પ્રવેશ ઉપર પાબંદી : ઇન્‍ડિયન એમ્‍બસી તથા સરકારી ઓફિસરો દ્વારા કેનેડામાં વસતા શીખોના જીવનમાં કરાતી દખલને ધ્‍યાને લઇ નિર્ણય લેવાયો : વ્‍યકિતગત કારણો સાથે માથુ ટેકવવા આવતા ઓફિસરો માટે વેલકમ

ઓન્‍ટારિયો :  કેનેડાના ઓન્‍ટારિયોમાં  આવેલા ૧૫ શીખ ગુરુદ્વારાના સંચાલકોએ ઇન્‍ડિયન એમ્‍બસી તથા સરકારી ઓફીસરો દ્વારા કેનેડામાં વસતા શીખોના જીવનમાં કરાઇ રહેલી દખલગીરીને ધ્‍યાને લઇ તેઓના ગુરુદ્વારાઓમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. તેવું  સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

અલબત વ્‍યકિતગત કારણો સાથે આવતા ઓફિસરોને માથું ટેકવવા અને અરદાસ માટે મંજુરી અપાશે. તેવું ૩૦ ડિસેં. ૨૦૧૭ ના રોજ જેટપ્રકાશ ગુરુદ્વારામાં મળેલી ૧૫ ગુરુદ્વારાઓના સંચાલકોની મીટીંગમાં નકકી કરાયું હતું. જે અંતર્ગત સંગતની સુરક્ષા નકકી કરવાની જવાબદારી ગુરુદ્વારા એડમિનીસ્‍ટ્રેશનની હોવાથી આ નિર્ણય લેવાયો હોવાનું જણાવ્‍યું હતું.

ઉલ્લેખનીય છે કે કેનેડામાં અંદાજે ૪ લાખ ૬૭ હજાર જેટલા શીખો રહે છે.

 

(10:45 pm IST)
  • ભારતે લીધો બદલોઃ ૧૦ થી ૧૨ પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ કર્યા ઠારઃ ર પાકિસ્તાની ચોકી પણ ઉડાવી access_time 1:17 pm IST

  • દિલ્હીમાં સતત બીજા દિવસે ધુમ્મસનું સામ્રાજયઃ આવતી-જતી ૧૨ ટ્રેન રદઃ ૪૯ ટ્રેન તથા ૨૦ ફલાઇટ મોડી access_time 11:24 am IST

  • વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે. access_time 10:12 am IST