News of Wednesday, 3rd January 2018

આવતા બે દિવસમાં પાકિસ્તાન વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરશે અમેરિકા

જેરૂસલમ મામલે સંયુક્ત રાષ્ટ્રમાં સાથ નહીં આપનાર દેશો સામે અમેરિકા લાલઆંખ કરશે

વોશિંગટન :અમેરિકા આગામી બ દિવસમાં પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહીની જાહેરાત કરે તેવી શક્યતા છે અમેરિકી પ્રેસ સચિવ સેન્ડર્સે વ્હાઇટ હાઉસમાં પ્રેસને સંબોધિત કરતા કહ્યું કે જેરૂસલમ મામલે પાકિસ્તાન અને અન્ય દેશ જેઓએ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાને સાથ આપ્યો નથી તેની સામે આવતા બે દિવસમાં કાર્યવાહીની જાહેરાત કરાશે
  અત્રે ઉલ્લખેનીય છે કે આ પહેલા ટ્રમ્પ તંત્રએ પાકિસ્તાનને આપનાર સૈન્ય સહાયતાની 25,5 કરોડ ડોલરની રકમ આતંકવાદને શરણ આપવાના કારણે રદ કરી હતી સેન્ડર્સે કહ્યું હતું કે ઈસ્લામાબાદે આતંકવાદથી મુકાબલો કરવા વધુ કંઈક કરવું જોઈએ

(8:28 pm IST)
  • હાલમાં થયેલ મહારાષ્ટ્રમાં હિંસાઓના મામલામાં પોલીસે અત્યાર સુધીમાં ૧૬ FIR નોંધી છે અને લગભગ ૩૦૦ ઉપ્દ્રવીયોની ધરપકડ કરી છે. access_time 11:05 am IST

  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • મહારાષ્ટ્રમાં તોફાનોની અસર શાંત થતા ડાંગ એસટી તંત્ર દ્વારા એસટી બસની સુવિધા પુર્વવતઃ સાપુતારાથી નાસીક-શિરડી જતી બસોને લીલીઝંડી access_time 5:29 pm IST