News of Wednesday, 3rd January 2018

ઉત્તરપ્રદેશના સિનેમાઘરોમાં રાષ્ટ્રગાન બાદ કુંભમેળાનો નવો લોગો બતાવવો અનિવાર્ય બનશે

લખનૌ :ઉત્તરપ્રદેશના સિનેમાઘરોમાં આગામી દિવસોમાં ફિલ્મ શરુ થયા પહેલા રાષ્ટ્રગાન સંભળાવ્યા બાદ કુંભમેળાનો નવો લોગો બતાવવો અનિવાર્ય બનશે યુપીના પર્યટન સચિવ અવનિશ અવસ્થીએ જણાવ્યું હતું કે પ્રદેશના સિનેમાઘરોમાં રાષ્ટ્રગાન બાદ કુંભમેળાનો લોગો પ્રદર્શિત કરવો પડશે તેને ટૂંકસમયમાં અમલ કરાશે લોકોમાં ધાર્મિક આયોજનના ઉદેશ્યનું મહત્વ જાણી શકે તેવા હેતુથી આ નિર્ણય કરશે તેમ અંતમાં કહ્યું હતું.

(7:56 pm IST)
  • ગુજરાતમાં વિપક્ષી નેતા મામલે ચાલી રહેલી ખેચતાણ વચ્ચે આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે "હું વિપક્ષના નેતાની રેસમાં નથી, અને પાર્ટી જેને નક્કી કરશે તેને સહકાર આપીશ." access_time 4:05 pm IST

  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • જમ્મુ અને કાશ્મીરના આરએસ પુરા સેક્ટરના અર્નિયા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા એક ઘૂસણખોરને ઠાર કરાયો છે. access_time 9:52 am IST