Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

શેરબજાર ફ્લેટ : સેંસેક્સ ૧૯ પોઇન્ટ ઘટી અંતે બંધ

નિફ્ટી સુધરીને ૧૦૪૪૩ની સપાટી પર રહ્યો : એશિયન બજારમાં તેજી છતાંય શેરબજારમાં તેની અસર ન થઇ : વૈશ્વિક અર્થતંત્રમાં સુધારા પર નજર કેન્દ્રિત થઇ

મુંબઇ,તા. ૩ : શેરબજારમાં આજે  ફ્લેટ સ્થિતી રહી હતી. કારોબારના અંંતે સેંસેક્સ ૧૯ પોઇન્ટ ઘટીને ૩૩૭૯૩ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી એક પોઇન્ટ સુધરીને ૧૦૪૪૩ની સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં આજે ફ્લેટ સ્થિતી રહેવા માટેના કેટલાક કારણો રહ્યા હતા. બેન્ચમાર્ક ઇન્ડેક્સ ફ્લેટ રીતે બંધ રહેતા કારોબારી નિરાશ રહ્યા હતા. જો કે હાલમાં કારોબાર વધારે રોકાણ કરવાના મુડમાં નથી. બજેટ પર તેઓ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. બીજી બાજુ ક્રુડ ઓઇલન કિંમત નવી ઉંચી સપાટ પર પહોંચી ગઇ હતી. તેલ કિંમત સ્થિર રહી હતી. ઘરઆંગણે હાલમાં રોકાણકારો કોર્પોરેટ પરિણામની રાહ જોઇ રહ્યા છે. ટીસીએસ અને ઇન્ફોસીસના પરિણામ આગામ સપ્તાહમાં જાહેર કરવામાં આવનાર છે.   શેરબજારમાં હાલમાં પ્રવાહી સ્થિતિ જોવા મળી રહી છે. શેરબજારમાં પ્રવાહી સ્થિતિ માટે કારોબારીઓનું સાવધાનીપૂર્વકનું વલણ જવાબદાર રહ્યું છે.  એપ્રિલ-નવેમ્બરના ગાળા દરમિયાન આઠ મુખ્ય ક્ષેત્રોમાં વિકાસદર ૩.૯ ટકા ઓછો થઇ ગયો હતો જે છેલ્લા વર્ષની આજ અવધિમાં ૫.૩ ટકાનો હતો. સારા ગ્રોથના ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના ખુબ સારા રહ્યા છે. નવેમ્બર મહિનામાં આઠ કોર સેક્ટરમાં ગ્રોથ ૬.૮ ટકા સુધી રહેતા તેજી જામી હતી. નવેમ્બર મહિનામાં કોલસા, ક્રુડ ઓઇલ, નેચરલ ગેસ, રિફાઇનરી પ્રોડક્ટસ, ફર્ટિલાઇજર્સ, સ્ટીલ, સિમેન્ટ,ઇલેક્ટ્રિસિટીમાં તેજી રહી છે.અત્રે નોંધનીય છે કે વિદેશી રોકાણકારો દ્વારા આ મહિનામાં સ્થાનિક ઇક્વિટીમાંથી ૫૯૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યાછે. ફિસ્કલ ડેફિસિટનો આંકડો સતત વધી રહ્યો છે. સાથે સાથે ક્રુડ ઓઇલનીકિંમતમાં ફરી એકવારપ વધારો થઇ રહ્યો છે. બજેટમાં આ વખતે સરકાર કેટલાક લોકલક્ષી પગલા લઇ શકે છે. લોકસભાની ચૂંટણી આવનાર છે. આવી સ્થિતીમાં સરકારની પાસે આ વખતે પૂર્ણ બજેટમાં તમામ વર્ગને ખુશ કરવાની અંતિમ તક છે. ખાસ કરીને નારાજ દેખાઇ રહેલા ખેડુતોને ખુશ કરવાની છેલ્લી તક છે. ડિસેમ્બર મહિનામાં જોરદાર દેખાવ છતાં વિદેશી રોકાણકારોએ આ વર્ષની પુર્ણાહુતિ ૫૧૦૦૦ કરોડના રોકાણ સાથે થઇ છે. મ્યુચ્યુઅલ ફંડમાં આ વખતે કારોબારી અને સામાન્ય લોકો વધારે આકર્ષિત થયા છે.  વર્ષ ૨૦૧૮ના પ્રથમ દિવસે મંદીનુ મોજુ ફરી વળતા કારોબારીઓ નિરાશ થયા હતા.પ્રથમ દિવસે સંસેક્સમાં ૨૪૪ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ૯૫ પોઇન્ટ ઘટી ગયો હતો.શેરબજારમાં  ગઇકાલે  મંગળવારના દિવસે નવા વર્ષના બીજા દિવસે ફ્લેટ કારોબાર રહ્યો હતો. ભારે ઉતારચઢાવ બાદ કારોબારના અંતે સેંસેક્સ ૩૩૮૧૨ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૭ પોઇન્ટ સુધરીને ૧૦૪૪૨ની સપાટીએ રહ્યો હતો. અનેક વૈશ્વિક પરિબળો શેર બજારમાં ઉતારચઢાવ માટે જવાબદાર રહ્યા છે. એશિયન બજારમાં તેજી છતાં આજે કારોબાર ફ્લેટ રહ્યો હતો. ચાવીરુપ કોર્પોરેટ પરિણામો પણ આગામી સપ્તાહથી જાહેર થનાર છે.

(7:38 pm IST)
  • ગાણત્રીના કલાકોમાં પાકિસ્તાન વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરશે અમેરિકા : જેરૂસલમ મામલે સંયુકત રાષ્ટ્રમાં સાથ નહીં આપનાર દેશો સામે પણ અમેરિકા કરશે લાલઆંખ access_time 11:24 am IST

  • મુંબઈ પોલીસે જીગ્નેશ મેવાણી અને JNUના ઉમર ખાલીદના કાર્યક્રમને મંજુરી ન આપી. access_time 10:57 am IST

  • બિહારને રણજી ટ્રોફી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા સુપ્રિમ કોર્ટ દ્વારા બીસીસીઆઈને નિર્દેશ access_time 4:22 pm IST