Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

લાલુ પ્રસાદની સજા પર હવે આવતીકાલે ચુકાદો

ધાસચારા કૌભાંડમાં સીબીઆઇની વિશેષ કોર્ટ લેશે નિર્ણય

રાંચી તા. ૩ : આરજેડી સુપ્રિમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની વિરૂદ્ઘ બુધવારે સુબીઆઈની વિશેષ અદાલત સજાએ એલાન કરશે. ગત ૨૩ ડિસેમ્બરના રોજ કોર્ટે લાલુને દેવધર ચારા કૌભાંડમાં દોષી સાબિત કર્યા હતા. તેના બાદથી તેઓ રાંચીની જેલમાં બંધ છે. તમામ દોષીઓની સાથે લાલુ કોર્ટ પહોંચી ચૂકયા છે. કોર્ટની બહાર સમર્થકોની ભીડને જોતા સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે.

લાલુ સહિત ૧૬ લોકોના આજે સજા સંભળાવવાની છે. અદાલતે સાલુ યાદવને ધોખાખડી, સાજિશ અને ભ્રષ્ટાચારના આરોપમાં આપીસી ધારા ૪૨૦, ૧૨૦ બી અને પીસી એકટની ધારા ૧૩ (૨) અંતર્ગત દોષી જણાયા છે. આ મામલે બિહારના પૂર્વ સીએમ જગન્નાથ મિશ્રા અને ધ્રુવ ભગત સહિત ૬ લોકોને મુકત કરી દેવામાં આવ્યા હતા.

લાલુના વકીલ અદાલત પાસેથી લાલુને ઓછામાં ઓછી સજા આપવાની અપીલ કરશે. જયારે કે સીબીઆઈના વકીલે કહ્યું કે, આ મામલો ભ્રષ્ટાચાર સાથે જોડાયેલો છે, આવામાં અદાલતથી વધુ સજા અપાવવાની અપીલ કરવામાં આવશે.

ચારા કૌભાંડમાં ૯૦૦ કરોડની હેરફેર કરવામાં આવી હતી. તે દરમિયાન દેવધર ટ્રેજરીમાંથી ગેરકાયદેસર રીતે ૧૯૯૧થી ૧૯૯૪ દરમિયાન ૬ નકલી અરજીથી ૮૯,૦૪,૪૧૩ રૂપિયા કાઢવામાં આવ્યા હતા. જયારે બિહાર સરકાર તરફથી દવા અને ચારાની ખરીદી માટે માત્ર ૪ લાખ ૭ હજાર રૂપિયા જ પાસ કરવામાં આવ્યા છે.  આ કેસ ૧૯૯૬થી ચાલી રહ્યો હતો. ચાઈબાસા ટ્રેજરીથી ખોટી રીતે પૈસા કાઢવા માટે પણ લાલુ યાદવને સજા આપવામાં આવી છે. ૧૯૯૭માં તેઓ પહેલીવાર જેલ ગયા હતા અને તેમને મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડી હતી. હાલ તેઓ જમાનત પર હતા.

(3:59 pm IST)