News of Wednesday, 3rd January 2018

વારાણસીમાં ઠંડીથી ૭ના મોતઃ રાજસ્થાનમાં કાંતિલ ઠંડીઃ જામ્યો બરફ

નવી દિલ્હી : સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી : વારાણસીમાં ઠંડીથી  મણિકર્ણિકા ઘાટ ઉપર કર્મકાંડ કરાવી રહેલા પુરોહીત શ્રીચંદ સહિત ૭ લોકોના મોત : રાજસ્થાનમાં પણ કાતિલ ઠંડીઃ માઉન્ટ આબુ થીજી ગયુઃ તાપમાનનો પારો માઇનસ ૦.૧ ડીગ્રી : નખીલેકમાં બરફ જામ્યોઃ રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં બરફીલી ઠંડીઃ ફતેહપુરમાં -ર ડીગ્રી તાપમાન ખેતરો પહાડો ઉપર બરફના થર જોવા મળ્યાઃ ઠેર ઠેર ધુમ્મસનો પણ માહોલઃ ચુરૂમાં ર ડીગ્રી તાપમાન

(3:58 pm IST)
  • લખતર-અમદાવાદ હાઇવે પર વિઠલાપરા ગામ પાસે સુરેન્દ્રનગર તરફથી આવી રહેલ ટ્રક નં. આરજે રર જીએ ૦૭૭૧ની સાઇડ કાપીને આગળ જવા નિકળવાનો પ્રયાસ કરી રહેલ બાઇક ચાલક લીંબડી તાલુકાના જાળીયાણ ગામના વાલજીભાઇ અરજણભાઇ કોળી સામેથી વાહન આવતા બાઇક ઉપરથી પડી જવાથી ટ્રકના વ્હીલ નીચે આવી જતા મોત નિપજયું છે access_time 5:28 pm IST

  • દલીતો ઉપરના અત્યાચારના વિરોધમાં ધોરાજીમાં એક યુવકે શર્ટ કાઢીને નવતર વિરોધ વ્યકત કર્યો હતો અને ગળામાં માટીની માટલી પહેરીને સરકાર સામે આક્રોશ વ્યકત કરીને દલીતો ઉપર અત્યાચાર બંધ કરોના નારા લગાવ્યા હતા access_time 5:29 pm IST

  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST