News of Wednesday, 3rd January 2018

ટ્રમ્પનો કિંગ જોંગને જવાબ

'અમારી પાસે તમારાથી વધુ શકિતશાળી ન્યૂકિલયર બટન છે'

વોશિંગ્ટન તા. ૩ : ઉત્ત્।ર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને નવા વર્ષના પ્રથમ દિવસે અમેરિકાને ચેતવણી આપી હતી કે, તેના હાથમાં પરમાણુ ધડાકાના બટન છે, જેને તેઓ ગમે ત્યારે દબાવી શકે છે. જેનો અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જડબાતોડ જવાબ આપ્યો છે. ટ્રમ્પે કહ્યું કે, 'અમારી પાસે તમારા કરતાં પણ વધુ શકિતશાળી ન્યૂકિલયર બટન છે અને તે પણ કામ કરે છે.'

કિમ જોંગે ૧ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ હતું કહ્યું કે, અમેરિકા હવે કયારેય આપણા વિરૂદ્ઘ જંગ શરૂ નહીં કરી શકે. કેમકે આપણાં એટમી હથિયાર તેને નેસ્તનાબૂદ કરી દેશે. સમગ્ર અમેરિકા આપણાં ન્યૂકિલયર વેપન્સની રેન્જમાં છે. આ હથિયારોનું બટન હંમેશા મારા ટેબલ પર જ રહે છે. અને તે એક સત્ય વાત છે તેને ધમકી ન સમજવી જોઈએ. ઉત્ત્।ર કોરિયા આત્મરક્ષા માટે અને હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખી તેની પરમાણુ શકિતઓનું વિસ્તરણ કરતું રહેશે.

(11:26 am IST)
  • હાલમાં થયેલ મહારાષ્ટ્રમાં હિંસાઓના મામલામાં પોલીસે અત્યાર સુધીમાં ૧૬ FIR નોંધી છે અને લગભગ ૩૦૦ ઉપ્દ્રવીયોની ધરપકડ કરી છે. access_time 11:05 am IST

  • લખતર-અમદાવાદ હાઇવે પર વિઠલાપરા ગામ પાસે સુરેન્દ્રનગર તરફથી આવી રહેલ ટ્રક નં. આરજે રર જીએ ૦૭૭૧ની સાઇડ કાપીને આગળ જવા નિકળવાનો પ્રયાસ કરી રહેલ બાઇક ચાલક લીંબડી તાલુકાના જાળીયાણ ગામના વાલજીભાઇ અરજણભાઇ કોળી સામેથી વાહન આવતા બાઇક ઉપરથી પડી જવાથી ટ્રકના વ્હીલ નીચે આવી જતા મોત નિપજયું છે access_time 5:28 pm IST

  • લોકસભામાં એક લેખિત જવાબમાં, રેલવેના રાજ્ય પ્રધાન રાજન ગોહૈને જણાવ્યું હતું કે ટિકિટ બુકિંગ માટે આધાર નંબર ફરજિયાત બનાવવા માટે કોઈ દરખાસ્ત નથી. જો કે, 1 જાન્યુઆરી, 2017થી વરિષ્ઠ નાગરિકો માટે રાહતભાવની રેલવે ટિકિટોના બુકિંગ માટે આધાર નમ્બરની નોંધણી સ્વૈચ્છિક ધોરણે રજૂ કરવામાં આવી છે. access_time 10:00 am IST