News of Wednesday, 3rd January 2018

ચીનની નવી હાઇપરસોનિક મિસાઇલ ભારત, US, જાપાન માટે ખતરો

એક કલાકની અંદર તે ભારત અમેરિકાના કોઇપણ ભાગમાં વાર કરી શકે છે

બેઇજિંગ તા. ૩ : ચીનની નવી હાઈપરસોનિક બેલેસ્ટિક મિસાઈલ માત્ર અમેરિકાની સુરક્ષા માટે પડકારરૂપ નથી પરંતુ તે જાપાન અને ભારતને પણ ટાર્ગેટ કરવા માટે સક્ષમ છે. ટોકિયો સ્થિત ધ ડિપ્લોમેટ મેગેઝિને ચીનમાં ગત વર્ષના અંતે બે મિસાઈલના પરીક્ષણનો અહેવાલ છાપ્યો હતો. ત્યારબાદ 'સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ'માં મંગળવારે આ રિપોર્ટ છપાયો છે.   

અમેરિકાના ગુપ્ચતર સૂત્રોને ટાંકીને 'ધ ડિપ્લોમેટે' ગત મહિને પ્રિસદ્ઘ કરેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના રોકેટ ફોર્સે ૧લી નવેમ્બરના પ્રથમ અને બે સપ્તાહ બાદ બીજું પરીક્ષણ કર્યું હતું. બન્ને પરીક્ષણ સફળ રહ્યા હતા DF-17 2020 આસપાસ કાર્યરત થઈ શકશે.  

ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતાએ મંગળવારે આ અંગે કોઈપણ માહિતી આપવાનો ઈનકાર કરીદ ીધો હતો અને કહ્યું કે આ બાબત માટે રક્ષા મંત્રાલયનો સંપર્ક કરવો જોઈએ. પારંપરિક બેલાસ્ટિક સિસ્ટમની તુલનાએ એચજીવી વોરહેડ વધુ ઝડપથી ઓછી ઉંચાઈ ધરાવતી તેમજ ટ્રેક ના થઈ શકે તેવા વિસ્તારમાં હુમલો કરી શકે છે.

DF-17 ટેસ્ટ મિસાઈલ જિઉકવાન સેન્ટરથઈ લોન્ચ કરાઈ અને ટ્રાયલ દરમિયાન તે લગભગ ૧૪૦૦ કિલમોીટર સુધી ઉડી હતી. ચીનના સરકારી મીડિયાએ ઓકટોબરમાં એચજીવી ટેકનોલોજીનો ઉલ્લેખ કર્યો હતો. બેઈજિંગના મિલટરી વડા ઝોઉ ચેનમિંગે કહ્યું કે એચજીવી ટેકનોલોજી વિશ્વના ત્રણ પરમાણુ શકિતઓ ચીન, અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ રણનીતિનો હિસ્સો બની ગઈ છે.

ઝોઉએ સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટને જણાવ્યું કે, 'પારંપરિક બેલાસ્ટિક મિસાઈલની તુલનાએ એચજીવીને તોડી પાડવું વધુ કપરું છે. અમેરિકા, જાપાન અને ભારતને ચીનની એચજીવી ટેકનોલોજીને લઈને ચિંતા કરવાની જરૂર છે કારણ કે આ લક્ષ્ય સુધી ઝડપથી પહોંચી શકે છે. જાપાનના સૈન્ય અડ્ડા તેમજ ભારતના પરમાણુ રીએકટર્સ તેના ટાર્ગેટ હોઈ શકે છે.'

પીએલએના સેકન્ડ આર્ટિલરી કોર્પ્સના પૂર્વ સભ્ય સોન્ગ ઝોન્ગપિંગે જણાવ્યું કે એચજીવીના વોરહેડનો ડીએફ-૪૧ સાથે ઉપયોગ કરી શકાય છે જેની ક્ષમતા ૧૨,૦૦૦ કિલોમીટર છે. એક કલાકની અંદર તે ભારત અમેરિકાના કોઈપણ ભાગમાં વાર કરી શકે છે.

મકાઉના મિલટરી ઓબ્ઝર્વર એન્ટની વોન્ગ ડોન્ગે જણાવ્યું કે એચજીવીનો ઉપયોગ અમેરિકાના એન્ટિ મિસાઈલ સિસ્ટમ THAADને નષ્ટ કરવા માટે પણ કરી શકાય છે જે નોર્થ કોરિયાના હુમલાથી બચવા માટે સાઉથ કોરિયામાં તૈનાત કરવામાં આવી છે.

(10:00 am IST)
  • જમ્મુ કાશ્મીરઃ આરએસપુરા સેકટરમાં બીએસએફને મોટી સફળતાઃ એક ઘુસણખોરને ઠાર કરાયોઃ પાક.ની બે ચોકીઓ પણ ઉઠાવી access_time 12:19 pm IST

  • લખતર-અમદાવાદ હાઇવે પર વિઠલાપરા ગામ પાસે સુરેન્દ્રનગર તરફથી આવી રહેલ ટ્રક નં. આરજે રર જીએ ૦૭૭૧ની સાઇડ કાપીને આગળ જવા નિકળવાનો પ્રયાસ કરી રહેલ બાઇક ચાલક લીંબડી તાલુકાના જાળીયાણ ગામના વાલજીભાઇ અરજણભાઇ કોળી સામેથી વાહન આવતા બાઇક ઉપરથી પડી જવાથી ટ્રકના વ્હીલ નીચે આવી જતા મોત નિપજયું છે access_time 5:28 pm IST

  • હાલમાં થયેલ મહારાષ્ટ્રમાં હિંસાઓના મામલામાં પોલીસે અત્યાર સુધીમાં ૧૬ FIR નોંધી છે અને લગભગ ૩૦૦ ઉપ્દ્રવીયોની ધરપકડ કરી છે. access_time 11:05 am IST