Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

સાવધાન...ચેક બાઉન્સ નિયમો વધુ કડક થશે

સરકારે લોકસભામાં રજુ કર્યો ખરડોઃ આકરી જોગવાઇઓ : અપીલ દરમિયાન જ ચેક પર લખેલી રકમના ર૦ ટકા સુધીનું વળતર આપવાની જોગવાઇ

નવી દિલ્હી તા.૩ : ચેક બાઉન્સ વિરૂધ્ધ કાયદાને કડક બનાવવા અંગેનો ખરડો સરકારે લોકસભામાં રજુ કર્યો છે. નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ સુધારા વિધેયક ર૦૧૭માં એવી જોગવાઇ કરવામાં આવી છે જેનાથી ચેકની વિશ્વનીયતા સુદ્રઢ બનશે. આમા ચેક બાઉન્સ થવાની સ્થિતિમાં જ અપીલ દરમિયાન જ ચેક પર લખેલ રકમના ર૦ ટકા સુધીનું વળતર અપાવવાની જોગવાઇ છે.

નાણા રાજય મંત્રી શિવપ્રતાપ શુકલાએ ગૃહમાં ખરડો રજુ કર્યો હતો જેમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ૧૮૮૧માં ફેરફારો કરવાની જોગવાઇ છે. ખરડાના ઉદ્દેશો અને કારણોમાં જણાવાયુ છે કે, ચેક અનાદરના મામલાના અંતિમ સમાધાનમાં લાંબો વિલંબ થાય છે તેને હલ કરવાની દ્રષ્ટિથી ઉકત એકટમાં સંશોધન કરવાનો પ્રસ્તાવ છે. આનો હેતુ ચેક પ્રાપ્ત કરનારને રાહત પ્રદાન કરવી અને બીનજરૂરી વિલંબને હતોત્સાહીત કરવાનો છે. આનાથી સમય અને નાણા બંનેની બચત થશે.

સંશોધિત ખરડામાં એક નવી કલમ ૧૪૩ (ક)ને સામેલ કરવા જણાવાયુ છે. ચેક લેનાર બાઉન્સ થવાની સ્થિતિમાં કોર્ટમાં અરજી કરી શકે છે અને જેના પર કોર્ટ વચગાળાની રાહત આપવાનો આદેશ આપી શકે છે. આ પ્રકારની વચગાળાની રાહતની રકમ એટલી હશે કે જે ચેકની રકમના ર૦ ટકાથી વધુ ન હોય. આમા ચેક લેનાર વ્યકિત દોષ સિધ્ધિ માટે કોર્ટમાં અપીલ કરી શકે છે.(૩-૧)

(10:04 am IST)
  • લખતર-અમદાવાદ હાઇવે પર વિઠલાપરા ગામ પાસે સુરેન્દ્રનગર તરફથી આવી રહેલ ટ્રક નં. આરજે રર જીએ ૦૭૭૧ની સાઇડ કાપીને આગળ જવા નિકળવાનો પ્રયાસ કરી રહેલ બાઇક ચાલક લીંબડી તાલુકાના જાળીયાણ ગામના વાલજીભાઇ અરજણભાઇ કોળી સામેથી વાહન આવતા બાઇક ઉપરથી પડી જવાથી ટ્રકના વ્હીલ નીચે આવી જતા મોત નિપજયું છે access_time 5:28 pm IST

  • બિહારને રણજી ટ્રોફી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા સુપ્રિમ કોર્ટ દ્વારા બીસીસીઆઈને નિર્દેશ access_time 4:22 pm IST

  • વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે. access_time 10:12 am IST