Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ અને તેમના વહીવટી તંત્રના અધીકારીઓ તથા રીપબ્‍લીકન પાર્ટીના ચુંટાયેલા નેતાઓએ ઓબામાકેરને નેસ્‍ત નાબુદ કરવા માટે અથાગ ધમપછાડા કર્યા બાદ તે આજે પણ કાયદાના સ્‍વરૂપે અડીખમ કાર્યવંત છેઃ સને ૨૦૧૮ના વર્ષ માટે અમેરીકામાં વસવાટ કરતા નવ મીલીયન રહીશોએ તેમાં પોતાના નામે નોંધાવી તે કાયદાનો લાભ લીધોઃ ૨૦૧૯ના વર્ષથી ફરજીયાત પણે ઓબામાકેર લેવાનો રહેતો નથી અને કોઇપણ પ્રકારનો દંડ ભરપાઇ કરવાનો રહેશે નહી પરંતુ પ્રિમિયમમાં વધારો અને ઇન્‍સ્‍યોરન્‍સના કવરેજમાં ઘટાડો જોવાનો મળશેઃ ૩ જાન્‍યુઆરીથી સેનેટ અને હાઉસ એમ બંન્‍ને ગૃહો કાર્યવંત બનશે

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ તથા તેમના વહીવટી તંત્રના અધીકારીઓએ એફોર્ડેબલ કેર એકટ કે જે સમગ્ર અમેરીકામાં ઓબામાકેર એકટના હૂલામણા નામથી ઓળખાય છે તેને નેસ્‍ત નાબુદ કરવા અનેક પ્રકારના ધમપછાડા કર્યા હોવા છતાં આજે પણ તે અડીખમ ઉભો છે અને હાલમાં કાર્યવંત છે તેથી ૨૦૧૮ની સાલમાં હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સનો લાભ મળે તે માટે ફકત દોઢ મહિનાના સમયગાળા દરમ્‍યાન એક અંદાજ અનુસાર નવ મીલીયન એટલેકે નેવું લાખ વિમા વિહોણા રહીશોએ આ યોજનામાં પોતાના નામો નોંધાવીને આવી વિષમ-ભરી પરિસ્‍થિતિમાં અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રને એક ભારે પ્રમાણમાં લપડાક મારેલ છે અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ ઓબામાકેરને નાબુદ કરવામાં અસફ રહ્યા બાદ તે કાયદામાં નાના નાના છીદ્રો પાડીને તેને નાબુદ કરવાના પ્રયાસો હાથ ધરેલ છે પરંતુ તેમણે અમેરીકન પ્રજાને આ ઓબામાકેરનો કાયદો એક આપત્તિજનક ગણવી તેને નેરતનાબુદ કરી તેની જગ્‍યાએ એક અદભૂત સુંદર વધુ સગવડતા ભર્યો કાયદો પસાર કરી તેનો લાભ અમેરીકન પ્રજાને આપવામાં આવેલ ચુંટણીનું વચન તેઓ પરિપૂર્ણ કરી શકયા નથી પોતાની રીપબ્‍લીકન પાર્ટીના સેનેટરોજ આ કાયદાને નાબુદ કરવાની તરફદારી કરતા નથી. અને આ અગાઉ તેને નાબુદ કરવા માટે જે નિષ્‍ફળ પ્રયાસો કર્યા હોવાથી હવે તેને નાબુદ કરવા માટે તેમાં નાના નાના છીદ્રો પાડીને તે કાર્ય કરતો બંધ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે પરંતુ હવે ૨૦૧૮ની સાલના નવેમ્‍બર માસમાં મધ્‍યવર્તી ચુંટણી આવી રહી હોવાથી આ પાર્ટીના નેતાઓ ભારે પ્રમાણમાં ધ્‍વિધાઓ અનુભવી રહેલ છે.

 હાલમાં ક્રિસમસનું વેકેશન હોવાથી પાટનગર વોશીંગટન ડી.સીમાં સેનેટ તથા હાઉસ એમ બંન્‍ને ગૃહોમાં રજા હોવાથી ચુંટાયેલા પ્રતિનિધિઓ પોતાના મત ક્ષેત્રોમાં ગયેલા છે અને ત્‍યાં આગળ રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓએ જે ટેક્ષ બીલ પસાર કરેલ છે તેની માહિતીઓ તેઓ પોતાના મતદારોને આપશે જયારે ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓ પોતાના મતવિસ્‍તારોમાં જઇને રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓએ જે ટેક્ષ બીલ પસાર કરેલ છે તે દ્વારા તેઓને કેટલું નુકશાન થશે તેની માહિતી આપશે. જે ટેક્ષ બીલ પસાર કરવામાં આવેલ છે તેનાથી ધનીક વર્ગ તથા કોર્પોરેશનને મહદ અંગે ફાયદો થશે એ ચોક્કસ બીના છે.

૨૦૧૮નું વર્ષએ મધ્‍યવર્તી ચુંટણીનું વર્ષ છે અને તેમાં હાઉસના તમામ સભ્‍યોની ચૂંટણી થશે કારણ કે તમામ સભ્‍યોની મુદત ફકત બે વર્ષના સમયગાળા પુરતીજ છે આ વર્ષે રીપબ્‍લીકન પાર્ટીના સભ્‍યો ફકત એકજ બીલ પસાર કરી ચુકેલ છે અને તે ફકત ટેક્ષ બીલ જયારે તેની સામે તેઓ ઓબામાકેરને નાબુદ કરી શકયા નથી તેમજ ઇમીગ્રેશન અને અન્‍ય કાયદાઓમાં જે ફેરફારો કરવાનું વચન ચુંટણી સમયે આપેલ તે તેઓ પૂરીપૂર્ણ કરી શક્‍યા નથી જે અત્‍યંત ખેદની બાબત છે આ અંગે વધારામાં જાણવા મળે છે તે મુજબ જે લોકો હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ લેતા નથી તેઓને વર્ષના અંતે જરૂરી દંડ ભરપાઇ કરવાનો રહેતો હતો પરંતુ આ જે જોગાઇઓ આ કાયદામાં હતી તેને ૨૦૧૯ના વર્ષથી નાબુદ કરવામાં આવેલ છે અને હવેથી કોઇપણ વ્‍યક્‍તિએ કોઇપણ જાતનો દંડ ભરવાનો રહેશે નહીં. પરંતુ આગામી નવેમ્‍બર માસમાં જો ડેમોક્રેટીક પાર્ટીના સભ્‍યો જો સવિશેષ પ્રમાણમાં ચુંટાઇ આવે અને હાઉસ તથા સેનેટનો જો કબજો પોતાના હસ્‍તક લે તો અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની તમામ બાજીઓ ઉંધી વળી જાયએ સ્‍વાભાવીક બીના છે.

આવતા વર્ષે હાઉસ તથા સેનેટમાં અનેક પ્રકારના બીલો હાથ ધરાનારા છે તેમાં અમેરીકાના દક્ષિણ વિભાગમાં અમેરીકાની સરહદને અડીને આવેલ મેકસીકોની સરહદો નજીક મોટી દિવાલ બાંધવા અંગેનો પ્રશ્ન અતિ મહાન છે. ડેમોક્રેટીક પાર્ટીના ચુંટાયેલા નેતાઓ આ કાર્ય અગે જરૂરી નાણાં ફાળવવાના મુડમાં નથી અને તેઓએ આ અંગે અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને સાફ શબ્‍દોમાં જણાવી દીધેલ છે પરંતુ ઇમીગ્રેશનના કાયદામાં જરૂરી સુધારાઓ કરવા તથા ડાકાનો જે પ્રોગ્રામ છે કે જે નવ યુવાનો માટે અગત્‍યનો છે અને તેને અંગે જરરી કાયદાઓ બનાવવા માટે જો બાંધછોડ કરવાની હશે તો ડેમોક્રેટીક પાર્ટીના સભ્‍યો દિવાલના પ્રશ્ને થોડી છુટછાટ મુકેતો નવાઇની વાત નથી. ડાકાનો સળગતો પ્રશ્ન રીપબ્‍લીકન પાર્ટી માટે અતિ મહત્‍વનો છે અને તે અંગે જો કોઇ છેવટનો નિર્ણય ન લેવામાં આવેતો મધ્‍યવર્તી ચુંટણીમાં પરિણામ શું હોઇ શકે તે સહેલાઇથી સમજી શકાય તેવી બીના છે.

ઓબામાકેર અંગે રાજકીય પંડીતો એવી ગણત્રીમાંડી રહ્યા છે કે આવતા જાન્‍યુઆરી માસની ૩જી તારીખે જયારે અમેરીકાના બંન્‍ને ગૃહો સેનેટ અને હાઉસ કાર્ય કરતા થઇ જશે ત્‍યાર બાદ ઓબામાકેરને નાબુદ કરવાની કાર્યવાહીઓના આરામ થશે પરંતુ આ અંગે સાઉથ કેરોલીનાના સેનેટર લીન્‍ડસી ગ્રેહામે સ્‍પષ્‍ટ પણે જણાવી દીધુ છે કે આ પ્રશ્ન અંગે જેઓ એમ માનતા હોયકે એબામાકેર અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે પરંતુ તેઓ આ અંગે નાસીપાસ થશે. ઓબામાકેર અંગેની કોઇ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવનર નથી અને અમો હવે નવા પ્રશ્નોને હાથમાં લઇને તેનો યોગ્‍ય નિકાલ લાવવાની કાર્યવાહી હાથ ધરીશું એવું વધારામાં તેમણે જણાવ્‍યુ હતુ.

આ ડીસેમ્‍બર માસમાં જે ટેક્ષ બીલ પસાર  કરવામાં આવેલ છે તે વેળા તેમાં હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ માર્કેટને સ્‍થિર કરવા અંગેની જરૂરી મદદ અંગેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તેમાં આઠ બીલીયન ડોલરની જોગવાઇ કરવાની રહેશે. અને બીજુ એક બીલ જેમાં રાજયોને જે ઇન્‍સ્‍યોરન્‍સ યોજના તૈયાર કરે તેઓને બે વર્ષના સમયગાળા દરમ્‍યાન જરૂરી સહાય આપવા અંગેની વ્‍યવસ્‍થા છે.

હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ પરજીયાત પણાની જે જોગવાઇ આ કાયદામાં હતી તેને નાબુદ કરતા ૨૦૧૯ના વર્ષ દરમ્‍યાન ચાર મીલીયન લોકો ઇન્‍સ્‍યોરન્‍સ વિનાના થઇ જશે અને આગામી દસ વર્ષના સમયગાળા દરમ્‍યાન તેર મીલીયન લોકો ઇન્‍સ્‍યોરન્‍સ વિહોણા થઇ જશે અને તેની સાથે સાથે એક અંદાજ અનુસાર દસ ટકા જેટલા હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સસના પિમિયમમાં વધારો થયેલો જોવા મળશે. ટૂંકમાં આવી પ્રવૃતિથી પિમિયમમાં વધારો અને કવરેજમાં જો ઘટાડો થશે તો આ પ્રશ્ન ચર્ચાને ચક્રાવે ચઢેતો નવાઇની વાત નથી.

(9:15 pm IST)