Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

રાજસ્થાનમાં મુખ્યમંત્રીની સાથે બે નાયબ મુખ્યમંત્રીઓ બનાવાય તેવી અટકળ:બાબા બાલકનાથને દિલ્હીનું તેડું

ઓમ માથુરને મુખ્યમંત્રી બનાવાય તેવા સંકેત : પરિણામ બાદ માથુરની સુરક્ષા વધારાઈ : વસુંધરા રાજે પણ સીએમની રેસમાં

નવી દિલ્હી : રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાનો ભવ્ય વિજય થયો છે, અશોક ગેહલોતે રાજભવનમાં રાજ્યપાલને રાજીનામુ સોંપી દીધું છે તેવામાં હવે નવા મુખ્યમંત્રીની પસંદગી તરફ મીટ મંડાઈ છે દરમિયાન એવી અટકળ વહેતી થઇ છે કે રાજસ્થાનમાં મુખ્યમંત્રીની સાથી બે નાયબ મુખ્યમાંત્રીઓ પણ બનાવાશે 

 આ દરમિયાન  બાબા બાલકનાથને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. રાજકીય વર્તુળોમાં એવો ગણગણાટ ચાલી રહ્યો છે કે ઉત્તર પ્રદેશની તર્જ પર બાબા બાલકનાથને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. 

 બીજીતરફ એવી પણ ચર્ચા છે કે તેમને નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવી શકે છે.ચૂંટણી બાદ ભાજપના વરિષ્ઠ નેતા ઓમ માથુરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.ઓમ માથુરને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે.જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ મુખ્યમંત્રીની રેસમાં છે.

 

(11:02 pm IST)