Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

છત્તીસગઢમાં કોંગ્રેસને મોટો ફટકો: સતા સરકી : ભાજપ બહુમત ભણી

રમણ સિંહએ કહ્યુ- જનતાએ મોદીના નામ અને કામ પર વોટ આપ્યા છે. લોકોને મોદીની ગેરંટી પર વિશ્વાસ છે

છત્તીસગઢમાં મતગણતરી ચાલુ છે. તમામ 90 વિધાનસભા બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં ભાજપને બહુમતી મળી છે. હવે કોંગ્રેસ ઘણી પાછળ જોવા મળી રહી છે. રમણ સિંહનું કહેવું છે કે જનતાએ મોદીના નામ અને કામ પર વોટ આપ્યા છે. લોકોને મોદીની ગેરંટી પર વિશ્વાસ છે

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ આગળ છે. અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપને 51 બેઠકો મળી રહી છે જ્યારે કોંગ્રેસને 37 બેઠકો મળી રહી છે.
 બે બેઠકો અન્યને જઈ શકે છે. રાજ્યની ચૂંટણીમાં ભાજપને 45 ટકાથી વધુ વોટ મળે તેમ લાગી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીને 42 ટકા વોટ મળ્યા છે.

(1:02 pm IST)