Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

૧૦૦ કિ.મી. ઝડપે તબાહી મચાવવા આવી રહ્યું છે મિચૌંગ વાવાઝોડું તમિલનાડુમાં શાળા-કોલેજો બંધઃ દરિયાકિનારા કરાવાયા ખાલીઃ બે રાજ્યોમાં હાઇએલર્ટઃ કાલે ત્રાટકશે

દક્ષિણ-પશ્ચિમની ખાડી પરનું લોપ્રેશર આજે ચક્રવાતી તોફાનમાં તબ્દીલ થઈ જશે. જેના કારણે તમિલનાડુના ઉત્તરી તટીય જિલ્લાઓ અને આંતરિક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે.

નવી દિલ્‍હીઃ હવામાન વિભાગે જણાવ્યું કે, બંગાળની દક્ષિણ-પશ્ચિમની ખાડી પરનું લોપ્રેશર આજે ચક્રવાતી તોફાનમાં તબ્દીલ થઈ જશે. જેના કારણે તમિલનાડુના ઉત્તરી તટીય જિલ્લાઓ અને આંતરિક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. 

4 ડિસેમ્બરના રોજ સવાર સુધીમાં દક્ષિણ આંધ્રપ્રદેશ અને નજીકના ઉત્તરી તમિલનાડુ તટમાંથી પસાર થઈને પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચી જશે. ત્યારપછી તે ઉત્તર તપઉ, દક્ષિણ આંધ્રપ્રદેશ તટ સુધી પહોંચી જશે. 5 ડિસેમ્બરના રોજ બપોરે નેલ્લોર અને મછલીપટ્ટનમની વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશના તટને પાર કરી જશે.તેમ હવામાન તંત્રનું બુલેટીન જણાવે છે.

ચક્રવાતી ગતિવિધિના કારણે પ્રતિ કલાકે 80-90 કિમીથી 100 કિમીની ઝડપે સુધી પવન ફૂંકાશે. પુદુક્કોટ્ટઈ, તંજાવુર, તિરુવરુર, નાગપટ્ટિનમ, તિરુવલ્લૂર, ચેન્નઈ, કાંચીપુરમ, રાનીપેટ, ચેંગલપટ્ટૂ, વિલ્લુપુરમ અને કુડ્ડાલોર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. 

4ડિસેમ્બર સુધી દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર પ્રતિ કલાકે 60-70 કિમીથી 80 કિમીની ઝડપે સુધી પવન ફૂંકાશે, ત્યારપચી પવનની ગતિમાં ઘટાડો થશે. 

તમિલનાડુ અને આંધ્રપ્રદેશના કેટલાક હિસ્સાઓમાં વાવાઝોડું આવવાનું જોખમ રહેલું છે. તમિલનાડુમાં વાવાઝોચું મિચૌંગ અને ભારે વરસાદનું જોખમ છે. ચેન્નઈ, ચેંગલપટ્ટૂ, કાંચીપુરમ અને તિરુવલ્લૂર સહિત તમામ શહેરોમાં ભારે વરસાદને કારણે ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

સ્કૂલ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચેન્નઈના અરક્કોણમ શહેરમાં NDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણ આંદામાન સાગર પર લો-પ્રેશર એરિયાનું નિર્માણ થયું છે, જેના કારણે ચક્રવાતી તોફાન આવવાની સંભાવના છે. માછીમારો દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. 

હવામાન વિભાગ અનુસાર 3 ડિસેમ્બરના રોજ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને દક્ષિણ-પશ્ચિમ ખાડી પર ચક્રવાતી તોફાનમાં બદલાઈ શકે છે. જે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે 4 ડિસેમ્બરના રોજ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈને ચેન્નઈ અને મછલીપટ્ટનમની વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશ અને નજીતના ઉત્તરી તમિલનાડુ તટને પાર કરશે. 

આંધ્રપ્રદેશના તટીય વિસ્તારોમાં મિચૌંગ તોફાનને કારણે 17 ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. પૂર્વ મધ્ય રેલવેના CPRO વિરેન્દ્ર કુમારે જણાવ્યું કે, આંધ્રપ્રદેશના તટીય વિસ્તારોમાં રેલવો યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મિચૌંગ તોફાનને કારણે અનેક ટ્રેન રદ્દ કરવામાં આવી છે. 

(12:43 pm IST)