Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

રાજસ્થાનમાં પરિવર્તનની પરંપરા જળવાઈ રહી:'મોદીની ગેરંટી' ટેગલાઈન પર જનતાએ વિશ્વાસ બતાવ્યો

ભાજપને 9 રોડ શો ફળ્યા: કોંગ્રેસે એકપણ રોડ શો કર્યો નહોતો

jaypur: ગુજરાતની સરહદને અડીને આવેલા રાજસ્થાનમાં દર પાંચ વર્ષે ચૂંટણી થાય ત્યારે સરકાર બદલાય છે. એક ટર્મ કોંગ્રેસ, બીજી ટર્મ ભાજપ. આ વખતે કાંટે કી ટક્કર લાગતી હતી પણ રાજસ્થાનની સમજુ જનતાએ પરંપરા જાળવી રાખી છે અને પરિવર્તનની પરંપરા જળવાઈ રહી છે. રાજસ્થાનમાં બપોર સુધીના ટ્રેન્ડમાં કોંગ્રેસને જાકારો મળ્યો છે અને ભાજપ બહુમત તરફ આગળ છે. રાજસ્થાનમાં મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી સહિતના સ્ટાર પ્રચારકોએ સભા કરી હતી અને ભાજપે 9 રોડ શો કર્યા હતા. જ્યારે કોંગ્રેસે એકપણ રોડ શો કર્યો નહોતો. અત્યારના રુઝાન જોતાં રાજસ્થાનમાં ભાજપની સરકાર બની રહી છે.

૧૨ વાગ્યે ચાર રાજ્યોના ટ્રેન્ડ શું છે?

રાજસ્થાન ફુલ બેઠક ૧૯૯, ભાજપ ૧૧૨ કોંગ્રેસ ૬૭ અને અન્ય ૨૦:

મધ્યપ્રદેશ કુલ બેઠક ૨૩૦, ભાજપ ૧૫૭ કોંગ્રેસ ૬૯ અને અન્ય ૪:

છત્તીસગઢ ફુલ બેઠક ૯૦, ભાજપ ૫૧ કોંગ્રેસ 37 અન્ય ૨: **

તેલંગાણા કુલ બેઠક ૧૧૯, ભાજપ ૯, કોંગ્રેસ ૬૭, અન્ય એક, બીઆરએસ ૩૭ અને અસદુદ્દીન ઓવેસીના પક્ષને ચાર બેઠકો મળે છે.

(12:28 pm IST)