Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

કેરળમાં ભાજપનો મુસ્લિમ-ખ્રિસ્તી એન્જીનીયરીંગ ઉપર દાવ

દક્ષિણમાં ભાજપનું મિશન કમળ : સ્થાનિક ચૂંટણીઓમાં ૬૦૦થી વધુ અલ્પસંખ્યકોને ટિકીટ

નવી દિલ્હી, તા. ૩ : કર્ણાટક પછી હવે ભાજપ કેરળમાં પણ મિશન કમલમાં જુટી  છે. કર્ણાટકના બેલગાવી લોકસભા સીટનો પેટાચૂંટણીમાં ભાજપના મુસલમાન ઉમેદવાર ઉતારવાથી ભલે પરહેઝ કરે પણ કેરળમાં મુસ્લિમ-ખ્રિસ્તી સોશ્યલ એન્જીનીયરીંગ ઉપર પાર્ટીને ભરોસો છે.

ડીસેમ્બરના બીજા અઠવાડીયામાં યોજનારસ્થાનિક ચૂંટણીમાં ભાજપને પ૦૦ ખ્રિસ્તી અને ૧૧ર મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના રાજકીય ભૂગોળ હિન્દી ભાષી રાજયોની ભૌગોલિક સીમા પાર કરતા જ બદલાય જાય છે. ખ્રીસ્તી બહુમતી મિઝોરમમાં જેબી હલુના ભાજપના પ્રમુખ રહી ચૂકયા છે. નાગાલેન્ડમાં પાર્ટી અધ્યક્ષ ખ્રિસ્તી નેતા તેમઝેન ઇભ્રા અલોંગ છે. ઉપરાંત ગોવાની સરકારમાં પણ પાંચ ખ્રિસ્તી મંત્રી છે.

વરસો સુધી કોંગ્રેસમાં રહેલ ટોમ વડક્કનને ભાજપે એપ્રીલમાં પાર્ટીમાં સામેલ કરી રાષ્ટ્રીય પ્રવકતા બનાવેલ. છેલ્લા ૧૦ વર્ષમાં નરેન્દ્રભાઇના વખાણ કરવાના અબ્દુલાકુટ્ટીને ભાજપે પાર્ટીમાં સામેલ કરી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા છે.

(3:18 pm IST)