Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

મુલાયમ સિંહ યાદવની તબિયતમાં થયૉ સુધારો: ડોક્ટરે વેન્ટિલેટર સપોર્ટ હટાવ્યો

હોસ્પિટલ પ્રશાસને મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્યને લઈને હેલ્થ બુલેટિન બહાર પાડ્યું

ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવની  તબિયતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મુલાયમ સિંહ યાદવની તબિયતમાં ઘણો સુધારો થયો છે. તેમને વેન્ટિલેટર સપોર્ટ પરથી ઉતારી દેવામાં આવ્યા છે.

હોસ્પિટલ પ્રશાસને મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્યને લઈને એક હેલ્થ બુલેટિન બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે મુલાયમ સિંહને ક્રિટિકલ કેર યુનિટ (સીસીયુ)માં દાખલ કરવામાં આવ્યા છે અને ડૉક્ટરોની ટીમ તેમની દેખરેખ કરી રહી છે. જો કે હવે મુલાયમની તબિયતમાં સુધારાના સમાચાર રાહતરૂપ છે

મુલાયમ સિંહ યાદવના પુત્ર અખિલેશ યાદવ, વહુ ડિમ્પલ યાદવ અને ભાઈ શિવપાલ સિંહ યાદવ રવિવારે હોસ્પિટલ પહોંચ્યા હતા. સમાજવાદી પાર્ટીના કેટલાક કાર્યકરો પણ તેમની હાલત જાણવા હોસ્પિટલ પરિસરમાં પહોંચ્યા હતા, પરંતુ તેમને હોસ્પિટલમાં ન આવવાની સલાહ આપવામાં આવી હતી. એસપીએ રવિવારે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે, ‘આદરણીય નેતા જી આઈસીયુમાં દાખલ છે, તેમની સ્થિતિ સ્થિર છે. આપ સૌને નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને દવાખાને ન આવો. નેતાજીના સ્વાસ્થ્ય વિશે તમને સમયાંતરે માહિતી આપવામાં આવશે.

 

(8:08 pm IST)