Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જીલ્લામાં અથડામણમાં ઍક આતંકવાદી ઠાર મરાયોઃ સુરક્ષા દળોને ગુપ્ત માહિતી મળતા ઓપરેશન પાર પાડ્યુ

સુરક્ષા દળોની ટીમ ઉપર પણ ગોળીબાર કરીને મતો જવાબ આપ્યો હતો

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ ગઇ છે. આ અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યુ કે આતંકવાદીની હાજરીની ગુપ્ત જાણકારી મળ્યા બાદ સુરક્ષાદળોએ ઉત્તરી કાશ્મીરના બાંદીપોરાના ચાંદજી વિસ્તારમાં ઘેરાબંધી કરી તપાસ અભિયાન શરૂ કર્યુ હતું.

તેમણે જણાવ્યુ કે આતંકવાદીઓના સુરક્ષા દળ પર ગોળી ચલાવવાનું અભિયાન અથડામણમાં બદલાઇ ગયુ હતું. સુરક્ષા દળોએ પણ ગોળીબારનો વળતો જવાબ આપ્યો હતો. અંતે રિપોર્ટ મળવા સુધી અથડામણ ચાલુ હતી. ઘટના સાથે જોડાયેલી વધુ વિગતની રાહ જોવાઇ રહી છે.

(5:28 pm IST)