Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

હાર-જીત રમતનો ભાગ છે, દેશને પોતાના ખેલાડીઓ ઉપર ગર્વ છેઃ ભારતીય હોકી ટીમનો પરાજય થતા નરેન્દ્રભાઇ મોદીઍ આશ્વાસન આપ્યુ

૫ ઓગસ્ટે ભારતીય પુરૂષ હોકી ટીમ બ્રોન્ઝ મેડલ માટે રમશે

નવી દિલ્હીઃ ઓલિમ્પિકની સેમિફાઈનલ મેચમાં ભારતીય હોકી ટીમ 5-2થી હારતા 41 વર્ષ પછી ગોલ્ડ જીતવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. જોકે, આ હાર પર પીએમ મોદીએ ટીમને આશ્વસન આપતા કહ્યું કે, હાર જીત રમતનો ભાગ છે. તેમણે એ પણ કહ્યું કે, દેશને પોતાના ખેલાડીઓ પર ગર્વ છે. જણાવી દઈએ કે, ભારતીય ટીમ હવે બીજી સેમીફાઈનલ હારનાર ટીમ સામે બ્રોન્ઝ મેડલ માટે રમશે.

પીએમ મોદીએ લખ્યું, “હાર-જીત જીવનનો ભાગ છે. ટોક્યો 2020માં આપણી પુરુષ હોકી ટીમે પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને આ જ મહત્ત્વનું છે. ટીમને આગામી મેચ અને તેના ભવિષ્યના પ્રયત્નો માટે શુભકામનાઓ, ભારતને પોતાના ખેલાડીઓ પર ગર્વ છે.

સેમિફાઈનલમાં ભારતની બેલ્જિયમ સામે હાર થઈ છે. બેલ્જિયમે ભારતને 5-2થી હાર આપી છે. આ સાથે જ હવે ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ માટે મેચ રમશે. આગામી 5 ઓગસ્ટના રોજ ભારતીય હોકી ટીમ હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે.

બીજા ક્વાર્ટરની મેચ પૂરી થયા સુધી ભારત અને બેલ્જિયમ 2-2ની બરાબરી પર હતી. ત્રીજા ક્વાર્ટમરાં બન્ને ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી. જ્યારે ચોથા ક્વાર્ટરમાં બેલ્જિયમની ટીમ ભારત પર હાવી થઈ ગઈ હતી અને તેણે ત્રણ ગોલ ફટાકરીને મેચમાં 5-2થી જીત મેળવી હતી.

(5:27 pm IST)