Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

હૈદરાબાદમાં નરેન્‍દ્રભાઇ મોદીએ ભૂપેન્‍દ્રભાઇ પટેલ અને સી.આર. પાટીલની કામગીરીને બિરદાવી :"વન-ડે વન ડિસ્‍ટ્રીકર્ટ કાર્યક્રમ આખા દેશમાં લાગુ કરવા સુચન કર્યુ

ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા લેખા-જોખા રજૂ

નવી દિલ્‍હી : હૈદરાબાદ ખાતે ભાજપની રાષ્‍ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ ગુજરાત સરકારના ભરપુર વખાણ કર્યા હતા.

હૈદરાબાદમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકના પ્રથમ દિવસે એટલે કે, શનિવારે અલગ અલગ રાજ્યોએ પોતાના કાર્યો અને સિદ્ધિઓને રજૂ કરી હતી.

આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાના કામો રજૂ કર્યા હતા. ગુજરાત સરકારની સિદ્ધીઓ વિશે વાત કરવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલે લીધી હતી. પાટીલે કોવિડ 19 અને શિક્ષકો, ખેડૂતો અને મહિલા તથા વિધવાઓ વગેરે સમાજના તમામ વર્ગો માટે ગુજરાત સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલા કામ પર લેખાજોખા રજૂ કર્યા હતા.

જો કે, આ દરમિયાન જે વાતે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું તે છે, 'વન ડે, વન ડિસ્ટ્રિક્ટ' કાર્યક્રમ હતો. પાટીલે વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમની પહેલનો ઉલ્લેખ કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, પાટીલ દ્વારા ગુજરાત સરકાર દ્વારા કરવામા આવેલા કામોની સિદ્ધિઓ ગણાવી હતી, જે બાદ પીએમ મોદીએ આ પ્રોગ્રામને લોકો સાથે જોડાવા માટેની સારી રીત ગણાવી હતી. પીએમ મોદીએ કહ્યું કે, આ પ્રોગ્રામને સમગ્ર દેશમાં લાગૂ કરવો જોઈએ.

પીએમ મોદીએ આ વાત પર પ્રકાશ પાડતા પેજ કમિટી લોકો સાથે જોડાવામાં કેપેબલ હતી. જો કે, આ ફક્ત એ લોકો સુધી જ મર્યાદિત હતી, જે પેજ કમિટીના સભ્યો હતા. વન ડે વન ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ સંપૂર્ણ જિલ્લાને કવર કરવા તથા સમાજના દરેક વર્ગ સુધી પહોંચવામાં મદદ થઈ હતી. આ પ્રોગ્રામ દ્વારા એક જિલ્લામાં લગભગ 8-10 પ્રોગ્રામ ચાલતા હતા. એટલું જ નહીં આ પ્રોગ્રામમાં ેક રેલી ઓર્ગેનાઈઝ કરવા, નાની મોટી મીટિંગ્સ કરવી, ઈંટેલેક્ચુઅલ બેઠક કરવી, તથા રાજ્ય અને કેન્દ્ર સરકારની સ્કીમને લાભાર્થીઓ સુધી પહોંચાડવા અને લોકોની ફરિયાદો દૂર કરવા માટે તમામ બેઠકો વગેરે સામેલ છે.

(1:02 pm IST)