Gujarati News

Gujarati News

News of Sunday, 3rd March 2024

ગુજરાત બાદ મધ્યપ્રદેશની સરકારના મંત્રીમંડળના સભ્યો કાલે અયોધ્યા રામ લલ્લાના દર્શન કરશે

ભોપાલ: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું છે કે, તેમની આખી કેબિનેટ સોમવારે અયોધ્યા ધામ જશે. તેમણે કહ્યું કે, ભગવાન શ્રી રામે 22 જાન્યુઆરીએ ઘરમાં પ્રવેશ કર્યો, તે આપણા બધા માટે સૌભાગ્યની વાત છે. ફેબ્રુઆરી મહિનામાં ભારે ભીડ અને વ્યસ્તતાને કારણે અમે માર્ચની તારીખ નક્કી કરી હતી, તેથી કાલ સોમવારે કેબિનેટની બેઠક બાદ અમે અહીંથી અયોધ્યા દર્શને નીકળીશું.

ગુજરાત સરકારના તમામા મંત્રીઓએ આજે અયોધ્યાધામ ખાતે રામંદિરની મુલાકાત કરી હતી.

(9:35 pm IST)