Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ટૂંક સમયમાં કોંગ્રેસના બે ઉભા ફાડિયા થઇ રહ્યાના નિર્દેશ મળે છે: એકનું નામ "કોંગ્રેસ (આઈ)" અને બીજાનું નામ "કોંગ્રેસ (એમ)" રહે તેવી પૂરી સંભાવના

આગામી થોડા અઠવાડિયામાં કોંગ્રેસના બે ભાગ પડી રહ્યાં નિર્દેશો સાંપડે છે. ન્યુઝફર્સ્ટના અહેવાલ મુજબ ટૂંક સમયમાં કોંગ્રેસ પક્ષ બે ભાગમાં વિભાજીત થઇ જશે, કોંગ્રેસ આઈ અને સંભવતઃ કોંગ્રેસ એમ.

• તમામ નારાજ કોંગ્રેસી નેતાઓ કોઈ અદ્રશ્ય બહારના સમર્થન સાથે નવા  પક્ષનું એલાન કરશે અને સંખ્યાબંધ નેતાઓ તેમાં જોડાશે તેવું પણ ન્યુઝફર્સ્ટ નોંધે છે.

• આ પહેલા પણ શરદ પવાર (એનસીપી), મમતા બેનર્જી (ટીએમસી) અને જગન મોહન રેડ્ડી (વાયએસઆર) આ જ રીતે અલગ પડયા હતા અને પોતપોતાની રિજિયોનલ પાર્ટીઓ બનાવી હતી. સમય ટકોરા મારી રહેલ છે..

(6:32 pm IST)