Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

કોરોના વેકસીન લીધા પછી રાજકોટના ડો. ચિરાગ માત્રાવડિયાના શરીરમાં પુષ્કળ એન્ટિબોડી પેદા થયા: રસી અચૂક મુકાવી લેવા સહુને અપીલ

રાજકોટના જાણીતા ડો. ચિરાગભાઈ માત્રાવડિયા(9825219013)એ જણાવ્યું છે કે કોરોના વેકસીન મુકાવવી ખૂબ જ અસરકારક પૂરવાર થઈ ચૂકી છે. ચિરાગભાઈએ થોડા સમય પહેલા જ કોરોના વેકસીન લીધી હતી. તેમણે સંજીવની મેટ્રોપોલીસ હેલ્થકેર માં એન્ટીબોડી ટેસ્ટ કરાવતા તેમના શરીરમાં 260 એન્ટીબોડી આવ્યા છે એનો અર્થ એ થયો કે કોરોનાવાયરસ સામે તેમનામાં પ્રચંડ લડવાની તાકાત સર્જાઈ ચૂકી છે. પ્રત્યેક વ્યક્તિએ અચૂક રસી  મુકાવી લેવી જોઈએ તેવું ચિરાગભાઈ માને છે.

(6:08 pm IST)
  • સમગ્ર દેશમાં સતત આજે પણ કેરળ અને મહારાષ્ટ્ર કોરોના કેસમાં ટોચ ઉપર છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ૭૮૬૩ અને કેરળમાં ૨૯૩૮ મળીને ૨ રાજ્યમાં જ દસ હજારથી વધુ કોરોના કેસ નોંધાયા: અમરાવતી, નાગપુર, પુણે અને મુંબઈમાં કોરોના સતત હાહાકાર મચાવી રહ્યો છે,૭૭૩ થી ૧૨૨૭ કેસ: ગુજરાતમાં થોડો વધારો, ૪૫૪ કેસ: રાજકોટમાં ૪૫, વડોદરા ૭૪, સુરતમાં ૮૧ અને અમદાવાદમાં ૧૧૨ નવા કેસ નોંધાયા access_time 10:35 am IST

  • ઇરાકમાં વાયુસેનાના મથક પર રોકેટ હુમલામાં એક અમેરિકી કોન્ટ્રાક્ટરનું મોત : પેન્ટાગોને કહ્યું વાયુસેનાના મથક પર 10 રોકેટ છોડ્યા હતા :જાય અમેરિકી અને અન્ય ગઠબંધન સેનાના સૈનિકો તૈનાત હતા :ઠેકેદારને હુમલાથી બચવા દરમિયાન હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને થોડીવારમાં તેનું મોત નીપજ્યું હતું access_time 12:41 am IST

  • ઝાયડસની વેકિસન મેના અંત સુધીમાં મળવા લાગશે : ઝાયડસ કેડીલાની કોરોના વેકસીન મે મહિનાના અંત સુધીમાં મળતી થઇ જશે.! ડો. એન.કે.અરોરા, ન્‍યુઝફર્સ્‍ટ access_time 11:01 am IST