Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

કાશ્મીરમાં ફિલ્મોના શૂટીંગ માટેની તૈયારીથી ખુશીનો માહોલ

જમ્મુ, તા. ૩ :. બોલીવુડ દ્વારા કાશ્મીરમાં ફિલ્મોનું શૂટીંગ કરવા માટેની તૈયારી કરવા આશ્વાસન અપાતા કાશ્મીરમાં ખુશીનો માહોલ છવાયો છે. ફરીથી શૂટીંગ શરૂ થશે તો કાશ્મીરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટશે જેના કારણે છેલ્લા ૨૦ વર્ષમાં આંતકવાદ દરમિયાન ટુરીઝમ સેકટરને જે નુકશાન થયુ છે તેની ભરપાઈ થવાની સંભાવના છે. કાશ્મીર કી કલી અને આરઝુ જેવી ફિલ્મોએ કાશ્મીરના સૌંદર્યને દેશ-વિદેશમાં આકર્ષણનું કેન્દ્ર બનાવ્યુ છે. હાલમાં કાશ્મીરમાં શંકાસ્પદ માહોલ હોવાના કારણે સુરક્ષા અધિકારીઓ ફિલ્મના યુનિટોથી સ્થાનિક લોકોને દૂર રાખશે તેવોે નિર્ણય લેવામાં આવ્યો છે.

(4:46 pm IST)