Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

સેંકડો સસલા ઘોડો ન બની શકે અને સેંકડો શંકાઓ પુરાવા ન બની શકેઃ કોર્ટ

માત્ર શંકાના આધારે કોઇને સજા ન અપાય : હત્યાના પ્રયાસના કેસમાં બે આરોપીઓને દિલ્હીની કોર્ટે નિર્દોષ છોડી મૂકયા

નવી દિલ્હી, તા.૩: પૂર્વોત્તર દિલ્હીમાં હત્યાના કેસના એક ગુનામાં બે આરોપીઓને નિર્દોષ છોડી મૂકતા અત્રેની એક કોર્ટે રશિયન કલાસિક 'ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ'માંથી કવોટ કરીને કહ્યું હતું કે સેંકડો સસલા ઘોડા ન બની શકે અને સેંકડો શંકાઓ પુરાવા ન બની શકે. કોર્ટે પૂછયું હતું કે જયારે પીડિત પોતે જ પોલીસ  તપાસમાંથી ગેરહાજર હોય અને પોલીસે કયારે પણ એને જોયો ન હોય તો કેવી રીતે હત્યાના પ્રયાસનો કેસ બને?

કોર્ટે કહ્યું હતુ કે પીડિતનું ઓન રેકોર્ડગોળી વાગવાથી ઇજાની કોઇ નિશાની અંગે કોઇ નિવેદન નથી અથવા તો કોઇ ટોળા કે તોફાનનો પણ ઉલ્લેખ નથી. 'આ કેસ એવો છે કે કોણ કહેશે કે કોણે ફાયર કર્યુ' એમ આઇપીસીની કલમ ૩૦૭ હેઠળ પકડાયેલા ઇમરાન અને બાબુને નિર્દોષ છોડતી વખતે અધિક સેશન જજ અમિતાભ રાવતે કહ્યું હતું.

વેલકમ એરિયામાં તોફાનો દરમિયાન ગોળી વાગી હોવાનો રાહુલ નામના એક વ્યકિતએ બંને પર આરોપ કર્યો હતો. જો કે કોર્ટે કહ્યું હતું કે બંને આરોપીઓ ગેરકાયદે ટોળા બનાવી અને તોફાન કર્યુ હશે એવું માનવાનું કારણ છે, માટે જ આ ઉમેર્યુ હતું. કેસ ફરીથી મેજીસ્ટ્રેટની કોર્ટમાં ટ્રાન્સફર કરાય છે. તેમની સામેનો આરોપ સેશન કોર્ટમાં ચલાવાય એવા નથી, એમ કોર્ટે બંને આરોપીઓ ટાળાનો એક ભાગ હતા અને એટલા માટે જ તેમણે અપરાધ કર્યો હશે એવું અનુમાન કરવું તેવી ફરિયાદ પક્ષની દલીલ નોંધ કરી કોર્ટે કહયું હતું કે માત્ર ધારણાને એટલી લાંબી ન બનાવી શકાય કે તે પુરાવાનો આકાર લઇ લે.

(3:50 pm IST)