Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

બુલેટ ટ્રેન અને રાજકોટ-અમદાવાદ ૬ માર્ગીય કામ ગતીમાં: ધારાસભ્‍યો માટે નવા આવાસો બનાવાશે

ગાંધીનગર ટાઉન હોલનું આધુનિકરણ કરાશેઃ નવા ૬૮ રેલ ઓવરબ્રીજ બનાવાશે

ગાંધીનગર, તા., ૩: ગામથી તાલુકા મથક અને તાલુકા મથકોથી બધા જ જિલ્લા મથકો સુધી રસ્‍તાઓનું નેટવર્ક ગુંથાયેલુ઼ છે રાજયના તમામ મહત્‍વના યાત્રાધામો, શૈક્ષણીક સંસ્‍થાઓ, હોસ્‍પીટલો, બસ સ્‍ટેશનો, રેલ્‍વે સ્‍ટેશનો વગેરે સ્‍થાનો સુધી પણ પાકા ડામરના રસ્‍તાઓનું સિંગલ લેનથી માંડી ફોરલેન સુધીનું નેટવર્ક  પુર્ણ થયેલ છે. જયાં મોટા પ્રમાણમાં ટ્રાફીક છે ત્‍યા નદી ઉપરના પુલો અને રેલ્‍વે ઓવરબ્રીજનું કામ પુર્ણ કરવામાં આવેલ છે. આ માળખાકીય સુવિધાઓની કામગીરીને આગળ ધપાવવા નીચે પ્રમાણેના આયોજનો હાથ ધરેલ છે તેમ શ્રી નીતીન પટેલે જણાવ્‍યું હતું.

સાત વર્ષ કે તેથી વધુ સમય સુધી રીકારપેટ ન થયા હોય તેવા ૪૯૪૯ કામોના ૧૬,૮૫૭ કિલોમીટર લંબાઇના રસ્‍તાઓના રીસરફેસીંગ માટેના કામો રૂા. ૪પ૦૬ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે.

છેલ્લા પાંચ વર્ષમાં ર૯ રેલ્‍વે ઓવર બ્રીજ રૂા. ૮૭૩ કરોડના ખર્ચે પુર્ણ કરેલ છે. ડીએફસીસી રૂટ સહીત રેલ્‍વે ક્રોસીંગ ઉપર ૭પ ઓવર બ્રીજના કામો પ્રગતી હેઠળ છે. રૂા. ૩૪૦૦ કરોડના ખર્ચે નવા ૬૮ રેલ્‍વે ઓવરબ્રીજ મંજુર કરવામાં આવેલ છે.

અમદાવાદ-બગોદરા-રાજકોટના ૨૦૧ કિલોમીટર રસ્‍તાને રૂા.૨૮૯૩ કરોડના ખર્ચે છ માર્ગીય કરવાની કામગીરી પ્રગતી હેઠળ છે.

સૌરાષ્‍ટ્રના તમામ જિલ્લાઓને અમદાવાદ અને ગાંધીનગર સાથે જોડતા રાજકોટથી અમદાવાદ રસ્‍તાનું રૂા. ર૬ર૦ કરોડના ખર્ચે છ માર્ગીય કરણનું કામ પ્રગતી હેઠળ છે.

મહાનગરો, બંદરો, ઔદ્યોગીક વિસ્‍તાર, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા ૭૬ર કિલોમીટરના ૪ર રસ્‍તાઓના અનુભાગોને ફોર-લેન બનાવવાની કામગીરી રૂા. ૨૪૬૬ કરોડના ખર્ચે પ્રગતી હેઠળ છે.

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કાની કામગીરી પણ શરૂ થનાર છે. જેમાં રાજયના ૩૦૧૫ કિલોમીટરના ગ્રામ્‍ય માર્ગોને સાડા પાંચ મીટર સુધી પહોળા કરવા રૂા. ૧૭૪૯ કરોડની અંદાજીત કિંમતના કામોનું આયોજન છે. ગાંધીનગરમાં ધારાસભ્‍યો માટે નવા આવાસ બનાવ્‍યા છે.

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનની કામગીરી પ્રગતીમાં છે. હાઇસ્‍પીડ કોરીડોરના આ પ્રોજેકટ માટે રાજય સરકારના શેરફાળા પેટે રૂા. ૧પ૦૦ કરોડની જોગવાઇ.

(11:32 pm IST)