Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ફાસ્ટેગથી દર વર્ષે ૨૦ હજાર કરોડનું ઇંધણ બચશે : રાજસ્વ વધશે

કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીનું નિવેદન

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ જણાવેલ કે હાઇવે ઉપર અનિવાર્ય ફાસ્ટેગથી ઇંધણમાં દર વર્ષે ૨૦ હજાર કરોડ બચશે અને ૧૦ હજાર કરોડનુ રાજસ્વ વધશે. ટોલ પ્લાઝા પૈન ઇન્ડીયાનું સંકલન કરવા અને હાઇવે માટે રેટીંગ સીસ્ટમ જાહેર કરવા માટે એક લાઇવ સીસ્ટમ શરૂ કરતા જણાવેલ કે આ ઉપયોગ નિર્માણ અને ગુણવતાના મામલાઓમાં પુર્ણતા પ્રાપ્ત કરવાના પગલા હતા.

ગડકરીએ વધુમાં જણાવેલ કે, ટોલના સંગ્રહ માટે ફાસ્ટેગને અનિવાર્ય બનાવી ટોલ ઉપર મોડુ થતુ ઓછુ કરશે. જેથી ઇંધણની લાગતમાં પ્રતિવર્ષ ૨૦ હજાર કરોડની બચત થશે. ઇલેકટ્રોનીક ટોલ સંગ્રહમાં ૧૦ હજાર કરોડ રૂપિયા પ્રતિવર્ષ રોયલ્ટી વધશે.

(2:42 pm IST)