Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

સરકારની કોઈપણ નીતિનો વિરોધ વ્યક્ત કરવો વાંધો ઉઠાવવો એ દેશદ્રોહ નથીં હોતો: સુપ્રીમકોર્ટ

  • ફારુક અબ્દુલ્લાએ કલમ 370  હટાવવાને લઈને વાંધો વ્યક્ત કરતા સુપ્રીમમાં અરજી : સુપ્રિમકોર્ટે અરજદારને 50 હજાર રુપિયાનો દંડ ફટકાર્યો
  • ફોટો 370
  • નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ પણ નીતિ પર વાંધો વ્યક્ત કરવો અને વિરોધ કરવો દેશદ્રોહ નથીં હોતો. કલમ 370 પર ટિપ્પણી કરવા પર જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાની વિરુદ્ધ અરજી દાખલ કરનારા વ્યક્તિ પર સુપ્રીમ કોર્ટે 50 હજાર રુપિયાનો દંડ ફટકાર્યો છે
  •   મળતી માહિતી મુજબ રજત શર્મા નામના એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી ફારુક અબ્દુલ્લાએ કલમ 370ને હટાવવાને લઈને વાંધો વ્યક્ત કર્યો હતો. તેમને ચીન અને પાકિસ્તાનથી મદદ મળી રહી છે. એટલા માટે તેમની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ ચલાવવામાં આવે
  •   આ બાદ સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી અને કોર્ટનો સમય બરબાદ કરવા માટે રજત શર્મા પર 50 હજાર રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. કોર્ટે કહ્યું કે કોઈ પણ નીતિ પર વાંધો વ્યક્ત કરવો અને વિરોધ કરવો દેશદ્રોહ નથીં હોતો. અરજી કરનાર સાબિત નથીં કરી શક્યા કે ફારુક અબ્દુલ્લાને ચીન અને પાકિસ્તાનમાંથી કેવી રીતે મદદ મળી રહી છે
(1:59 pm IST)