Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

અર્થતંત્ર કોરોનાની અસરથી મુકતઃ વેરાની વિક્રમી આવક

વિજયભાઇના નેતૃત્‍વમાં મહામારી સામે અવિરત જંગઃ સરકારની સફળતા વર્ણવતા નીતિન પટેલ : જાન્‍યુઆરીમાં ૩૪૧૩ કરોડ અને ફેબ્રુઆરીમાં ૩પ૧૪ કરોડ રૂા. વેરાની આવકઃ વિકાસ અવિરત

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર તા. ૩ : આપણા ભારતની વૈદિક યુગની ઉત્તમ વિચારધારાને વરેલી અમારી સરકાર સૌના સ્‍વાસ્‍થ્‍ય અને કલ્‍યાણ માટે સદૈવ કાર્યરત છે. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના કરોડો નાગરિકોના હૃદયમાં વસેલા  પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સબળ નેતૃત્‍વમાં આપણો દેશ કોરોનાનો કહેર અટકાવવામાં દુનિયાના વિકસિત દેશોની સરખામણીમાં ઘણો વધુ સફળ સાબિત થયો છે. ગુજરાતને કોરોના મહામારીમાંથી સંપૂર્ણ મુક્‍ત કરવા માટે માનનીય મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્‍વવાળી અમારી સરકાર અવિરતપણે કાર્યરત છે.

અમારી સરકાર દ્વારા છેલ્લા બે દાયકામાં કરવામાં આવેલ સેવાકીય અને માળખાકીય કામો જેવા કે નવી મેડિકલ કોલેજો, હોસ્‍પિટલોની વધારેલી ક્ષમતા, આધુનિક સાધન સામગ્રીથી સુસજ્જ નવી લેબોરેટરિઓ, બ્‍લડ બેંકો, ૧૦૮ સહિતની આધુનિક એમ્‍બ્‍યુલન્‍સ સેવાઓ, તમામ પ્રકારની દવાઓની ઉપલબ્‍ધતા, સમરસ સહિતના નવા છાત્રાલયો વિગેરે સુવિધાઓના તમામ કામો કોરોના મહામારીના કપરા સમયમાં ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. જરૂરિયાતવાળા બધાજ દર્દીઓને હોસ્‍પિટલમાં સારવાર આપી શકાય તે હેતુથી ખૂબ જ ઓછા સમયમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર સહિત રાજયના બધાજ જિલ્લાઓમાં દર્દીઓની સારવાર માટે સરકારે તમામં વ્‍યવસ્‍થાઓ ઊભી કરી અને એક પણ કોરોનાગ્રસ્‍ત દર્દી સારવારના અભાવે તકલીફમાં ન મૂકાય તેની પૂરી કાળજી રાખી છે. કોવિડ હોસ્‍પિટલ, કોવિકહેલ્‍થ સેન્‍ટર અને કોવિડ-કેર સેન્‍ટર સ્‍વરૂપે કુલ ૭૩૮ કેન્‍દ્રો ઉભા કરી તેમાં ૫૫,૫૨૯ પથારીની વ્‍યવસ્‍થા ઉપલબ્‍લ કરાવવામાં આવેલ. યુદ્ધના ધોરણે ૩૪૧૦ વેન્‍ટીલેટર્સ વસાવવામાંઆવ્‍યા અને પ૦૦૦-કરતાં વધુ આઇ.સી.યુ. બેડની સગવડ ઊભી કરવામાં આવી. સરકાર દ્વારા કોરોના દર્દીઓ માટે સરકારી હોસ્‍પિટલોમાં વિનામૂલ્‍યે અને ખાનગી હોસ્‍પિટલોમાં રાહત દરે સારવારની વ્‍યવસ્‍થા કરવામાં આવી. તદ્‌ઉપરાંત ઘરે ઘેર આરોગ્‍ય સેવાઓ પહોંચાડવા માટે ૧૩૦૦થી વધુ ધન્‍વંતરી રથ દ્વારા ૩ કરોડ ૨૪ લાખ લોકોને સારવાર આપવામાં આવી. નાગરિકોની રોગ પ્રતિકારકશકિતમાં વધારો થાય તે માટે આશરે બે કરોડ નાગરિકોને ઘરબેઠા આયુર્વેદીક ઉકાળા અને આયુર્વેદિક તેમજ હોમિયોપથિક દવાઓ પહોંચાડવામાં આવી. કોરોના કાળમાં આરોગ્‍ય ક્ષેત્રે અમારી સરકારે કરેલ અભૂતપૂર્વ કામગીરીની નોંધ વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા ( WHO)એ લઇ આ કામગીરીને વૈશ્વિક સ્‍તરે બિરદાવેલ છે.

આવા કપરા સમયમાં દેશની અર્થવ્‍યવસ્‍થા સાચવવા માટે કેન્‍દ્ર સરકાર દ્વારા આત્‍મનિર્ભર ભારત પેકેજના માધ્‍યમથી સંખ્‍યાબંધ રાહતો આપવામાં આવી છે. આપણી ગુજરાત સરકારે પણ રૂા. ૧૪ હજાર કરોડની માતબર રકમનું આત્‍મનિર્ભર ગુજરાત પેકેજ અમલમાં મૂકી સમાજના દરેક સ્‍તરના ધંધા - રોજગારર્થીઓને આર્થિક સક્ષમતા જાળવી રાખવા સહાય કરી છે.

કોરોના મહામારી સમયે આ રાજયમાં એક પણ વ્‍યકિત ભુખ્‍યો ન રહે તે માટે અમારી સંવેદનશીલ સરકાર દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવી જરુરીયાતમંદ ૬૯ લાખ કુટુંબોની ૩ કરોડ૩૬ લાખ કુટુંબોની ૩ કરોડ ૩૬ લાખ જનસંખ્‍યાને છ વખત વિનામુલ્‍યે ઘઉં, ચોખા, ચણા દાળ, ખાંડ તથા મીઠાનું વિતરણ કરવામાં આવ્‍યુ઼. તદઉપરાંત મધ્‍યમવર્ગીય (એપીએલ) ૬૧ લાખ પરીવારોની ર કરોડ પ૦ લાખ જનસંખ્‍યાને સૌ પ્રથમવાર પ્રતિકુટુંબ ૧૦ કિલોગ્રામ ઘઉં, ૩ કિલોગ્રામ ચોખા, ૧ કિલોગ્રામ ચણાદાળ તથા ૧ કિલો ગ્રામ ખાંડના જથ્‍થાનું વિનામુલ્‍યે વિતરણ કરવામાં આવ્‍યું આવા કપરા સમયે ગરીબ કુટુંબોની નાણાની જરુરીયાત પુર્ણ કરવા મુખયમંત્રી ગરીબ કલયાણ પેકેજ હેઠળ રાજયના ૭૬ લાખ ૩૮ હજાર પરીવારોને રૂા. ૧૦૦૦ની નાણાકીય સહાય ડીબીટી દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામા઼ સીધી જમા કરવામાં આવી.

દેશના જીડીપીમાં ૮ ટકાનું નોંધપાત્ર યોગદાન આપતા આપણા રાજયમાં એપ્રિલ ર૦ર૦ થી સપ્‍ટેમ્‍બર ર૦ર૦ના સમયગાળામાં અમારી સરકારના અથાગ પ્રયત્‍નોના કારણે રૂા. ૧ લાખ ૧૯ હજાર કરોડનું નોંધપાત્ર વિદેશી મુડી રોકાણ થયું છે. જે દેશમાં આ સમયમાં થયેલ કુલ મુડી રોકાણના પ૩ ટકા છે. દેશની કુલ નિકાસમાં ગુજરાતનો ફાળો ર૩ ટકાથી વધારે છે અને નીતી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ એક્ષપોર્ટ કમ્‍પીટીટીવનેસ ઇન્‍ડેક્ષ ર૦ર૦માં ગુજરાત રાજયએ પ્રથમ સ્‍થાન મેળવેલ છે. સ્‍ટાર્ટઅપ રેન્‍કીંગમાં અને લોજીસ્‍ટીક રેન્‍કીંગમાં પણ સતત બે વર્ષથી ગુજરાત પ્રથમ સ્‍થાન મેળવી રહયું છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.

મહામારીના કારણે વિપરીત અસર પામેલ રાજયની અર્થ વ્‍યવસ્‍થાને પુનઃ ગતીમાન કરવા અમારી સરકારે અનેકવિધ પગલા લીધા છે. આ પ્રયાસોના ભાગરૂપે રાજયના નાના મોટા તમામ વેપાર-ઉદ્યોગોને ચેતનવંતા બનાવવાના ઉદેશથી વિવિધ ક્ષેત્રો માટેની વધુ પ્રોત્‍સાહક નવી નીતીઓ સરકારે જાહેર કરી છે. આ નવી નીતીઓની જોગવાઇઓના કારણે રાજયમાં મોટા પ્રમાણમાં મુડી રોકાણ આકર્ષીત થશે. જેનાથી ઉદ્યોગ ધંધાના વિકાસને વેગ મળી રોજગારીમાં વધારો થશે. સરકારે જાહેર કરેલ નવી ઔદ્યોગીક નીતીમાં સ્‍ટાર્ટઅપ તેમજ સુક્ષ્મ, નાના અને મધ્‍યમ કદના ઉદ્યોગો માટે ખાસ રાહતોનો સમાવેશ કરેલ છે. ઇલેકટ્રીકલ અને ઇન્‍ડસ્‍ટ્રીયલ મશીનરી, ઓટોમોટીવ, સીરામીક, ટેકસટાઇલ, ફાર્મા, એગ્રોફુડ, કેમીકલ વગેરે ક્ષેત્રોમાં જાહેર કરવામાં આવેલ યોજનાઓ થકી મોટા પ્રમાણમાં રોજગારીનું નિર્માણ થશે. જાહેર કરવામાં આવેલ નવી પ્રવાસન નીતીમાં નવા  રોજગાર અને રોકાણ ઉપર ભાર મુકવામાં આવેલ છે. સર્વિસ સેકટર ઉપર ભાર મુકી વિવિધ પ્રકારની રાહતો અને સહાયની જાહેરાત કરવામાં આવેલ છે. જેનાથી સ્‍થાનિક સ્‍તરે આર્થિક પ્રવૃત્તિઓના અવસરો પ્રાપ્‍ત થશે.

હવે રાજયની અર્થવ્‍યવસ્‍થા પૂર્વ સ્‍થિતિએ આવી રહેલ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં થયેલ રાજયની વેરાની આવક કોરોના મહામારીના કારણે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક કરતા ૪૦ ટકા ઓછી હતી. બીજા ત્રિમાસિક ગાળામાં સદર આવક ૧૫ ટકા ઓછી રહેવા પામી હતી. પરંતુ ત્રીજા ત્રિમાસિક ગાળામાં રાજયની આવક ગત વર્ષના સમાન સમય ગાળા કરતા પ ટકા વધુ થઇ છે. જાન્‍યુઆરી ૨૦૨૧ માં રાજયના જી.એસ.ટી.ની આવક રૂા. ૩૪૧૩ કરોડ હતી જે અગાઉના તમામ મહિનાઓ કરતા વધારે છે. બે દિવસ પહેલાં જ પૂર્ણ થયેલ ફેબ્રુઆરી ૨૦૨૧ ની જી.એસ.ટી.ની આવક રૂા. ૩૫૧૪ કરોડ નોંધાયેલ છે. જે ગત જાન્‍યુઆરી ૨૦૨૧ ના મહિના કરતા પણ વધારે છે. વેરાની આવકમાં આ પ્રકારના વિક્રમજનક વધારાથી આર્થિક સુધારાના ઉત્‍સાહજનક સંકેત મળી રહ્યા છે.

(1:23 pm IST)