Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ફી વધારા પર પ્રતિબંધ મૂકવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયમાં દખલ કરવાનો બોમ્બે હાઈકોર્ટે ઇનકાર : કોવિદ -19 સંજોગોમાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ખાનગી શાળાઓના ફી વધારા ઉપર મહારાષ્ટ્ર સરકારે પ્રતિબંધ મુક્યો હતો : સરકારના પ્રતિબંધ વિરુદ્ધ એસોસિએશન ઓફ ઇન્ડિયન સ્કૂલએ કરેલી પિટિશન અમાન્ય : મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ જી.એસ. કુલકર્ણીની ખંડપીઠે જૂન 2020 માં આપેલો સ્ટે હટાવ્યો

મુંબઈ : કોવિદ -19 સંજોગોમાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ખાનગી શાળાઓના ફી વધારા ઉપર મહારાષ્ટ્ર સરકારે પ્રતિબંધ મુક્યો હતો . સરકારના આ પ્રતિબંધ વિરુદ્ધ એસોસિએશન ઓફ ઇન્ડિયન સ્કૂલએ બોમ્બે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.જેના અનુસંધાને નામદાર કોર્ટએ જૂન 2020 માં સરકારના પરિપત્ર વિરુદ્ધ સ્ટે આપ્યો હતો.

ઉપરોક્ત પિટિશનના આધારે સોમવારના રોજ નામદાર કોર્ટએ ચુકાદો આપતા  ફી વધારા પર પ્રતિબંધ મૂકવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયમાં દખલ કરવાનો  ઇનકાર કર્યો હતો.તથા તે માટે આપેલો સ્ટે પણ હટાવી લીધો હતો.

મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ જી.એસ. કુલકર્ણીની ખંડપીઠે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ખાનગી શાળાઓ કોઈપણ વિદ્યાર્થીને ઓનલાઇન અથવા ફિઝિકલ વર્ગોમાં ભાગ લેવા અથવા પરીક્ષામાં ભાગ લેતા માત્ર ફી ની ચૂકવણી ન કરવાના કારણસર અટકાવી શકશે નહીં. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:55 am IST)