Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

હરિયાણામાં હવે પ્રાઇવેટ સેક્ટરની 75 ટકા નોકરીઓ સ્થાનિક યુવાનો માટે અનામત: બિલને રાજ્યપાલની મંજૂરી

નોટિફિકેશન માટેની પ્રક્રિયા ટુંક સમયમાં શરૂ કરાશે

નવી દિલ્હી :હરિયાણાનાં યુવાનો માટે રાજ્યનાં પ્રાઇવેટ સેક્ટરની 75 ટકા નોકરીઓ અનામત બિલ પર રાજ્યપાલ સત્યદેવ આર્યાએ મંગળવારે મંજુરી આપી દીધી છે, રાજ્યનાં મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે આગળની નોટિફિકેશન માટેની પ્રક્રિયા ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે અને બિલ આગળ વધશે.

હરિયાણાનાં ઉપ-મુખ્ય પ્રધાન દુષ્યંત ચૌટાલાએ આ અંગે માહિતી આપતા કહ્યું કે એક આનંદનાં સમાચાર આપું છું કે રાજ્યપાલની મંજુરી બાદ 'The Haryana State Employment of Local Candidates Act, 2020' આજથી સમગ્ર હરિયાણામાં અમલી બની ગયું છે, જેમાં પ્રાઇવેટ સેક્ટરમાં 75% નોકરીઓ હવે હરિયાણાનાં યુવાનો માટે અનામત થઇ ગઇ છે. ગત વર્ષે નવેમ્બર મહિનામાં આ બિલ રાજ્ય વિધાનસભામાંથી પસાર થયું હતું.

આ સાથે સંકળાયેલા વટહુકમનાં ડ્રાફ્ટને હરિયાણા સરકારની કેબિનેટએ ગત જુલાઇમાં પોતાની મંજુરી આપી દીધી હતી, ઉપ મુખ્ય પ્રધાન દુષ્યંત ચૌટાલાએ આ વટહુકમ કેબિનેટમાં રજુ કર્યો હતો, ત્યાર બાદ તેને પસાર કરી દેવામાં આવ્યું હતું.

(12:00 am IST)