Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ટ્રમ્પનો 10 સેકેન્ડનો વિડીયો 49 લાખ રૂપિયામાં ખરીદ્યો 48 કરોડમાં વેચ્યો!

માયામીના એક કલેક્ટર રૉડ્રીગઝ ફ્રાઇલે જંગી કમાણી કરી વિડીયોને ડિઝિટલ આર્ટિસ્ટ માઇક વિંકલમેને બનાવ્યો હતો

માયામીના એક કલેક્ટર રૉડ્રીગઝ ફ્રાઇલે ઑક્ટોબર 2020માં એક એવો 10 સેકન્ડનો વિડીયો 49 લાખ રૂપિયામાં ખરીદ્યો જે ઑનલાઇન ફ્રીમાં ઉપલબ્ધ હતો. જો કે ચોંકાવનારી વાત એ નથી, કેમકે ગત અઠવાડિયે તેમણે આ જ વિડીયો 48.3 કરોડમાં વેચ્યો. આ ના ફક્ત વિડીયોની ખાસિયત દર્શાવે છે, પરંતુ ઑનલાઇન નીલામીની ક્રિપ્ટોકરન્સી નૉન-ફંઝિબલ ટોકન (NFT) પર પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.

આ વિડીયોમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાર્ક જેવી દેખાઈ રહેલી જગ્યા પર ઘાસમાં પડ્યા છે. તેમના શરીર પર અનેક સ્લોગન લખેલા છે, જેમાંથી 'લૂઝર' ઘણી મોટી રીતે લખેલું છે.

વિડીયોમાં તેમની આગળ લોકો નીકળી રહ્યા છે અને કોઈ તેમના પર ધ્યાન નથી આપી રહ્યું. આ વિડીયોને ડિઝિટલ આર્ટિસ્ટ માઇક વિંકલમેને બનાવ્યો હતો, જેને ઑનલાઇન બીપલ નામથી ઓળખવામાં આવે છે.

બ્લોકચેન ટેક્નોલોજીની મદદથી આને તેના કામની રીતે ડિઝિટલ સિગ્નેચરની સાથે સર્ટિફાઇ કરી દેવામાં આવ્યો છે. NFT એક પ્રકારનું ડિઝિટલ એસેટ છે જે કોવિડ-19 દરમિયાન ચાલી નીકળ્યું છે. ખાસ વાત એ છે કે ડિઝિટલ દુનિયામાં રસ રાખનારા લોકો અને ઇન્વેસ્ટર આના દ્વારા એવી ચીજો પર પૈસા ખર્ચ કરે છે જે ફક્ત ઑનલાઇન હોય છે. 'નૉન ફંઝિબલ' એવી આઇટમ્સ માટે ઉપયોગ થાય છે જેને એક્સચેન્જ ના કરી શકાય.

NFTમાં ડિઝિટલ આર્ટવર્કથી લઇને સ્પોર્ટ્સ કાર્ડ્સ અને ત્યાં સુધી કે વર્ચુઅલ દુનિયામાં જમીન સુધી સામેલ થાય છે. OpenSea પ્રમાણે આનું માસિક વેચાણ જાન્યુઆરીમાં 80 લાખ ડૉલરથી 8.63 કરોડ ડૉલર પર પહોંચી ચુક્યું છે. એક વર્ષ પહેલા માસિક વેચાણ ફક્ત 15 લાખ ડૉલર હતુ. OPenSeaના કો-ફાઉન્ડર એલેક્સ અતાલાના પ્રમાણે દિવસમાં 10 કલાક કૉમ્પ્યુટર પર પસાર કરનારા માણસ માટે એ જ દુનિયા છે. આ કારણે ત્યાં રહેલા આર્ટનું ડિઝિટલ દુનિયામાં ઘણું મહત્વ છે. ક્રાઇલનું કહેવું છે કે તેમણે 10 સેકેન્ડનો વિડીયો એ કારણે ખરીદ્યો હતો, કેમકે તેઓ માઇકના કામને ઓળખતા હતા

(12:38 am IST)