Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ઇન્ડોનેશિયાનો સૌથી ખતરનાક જ્વાળામુખી ફરી ફાટ્યો : આકાશમાં 5 કિલોમીટરની ઊંચાઈ સુધી રાખનો ધુમાડો

ઉત્તરીય સુમાત્રા પ્રાંતમાં બીજા સ્તરનું હાઈ એલર્ટ જાહેર : માઉન્ટ સિનાબંગના ફાટતા જચિંતાની અગ્નિ

ઇન્ડોનેશિયાનો સૌથી ખતરનાક જ્વાળામુખી માઉન્ટ સિનાબંગ ફરી ફાટ્યો છે. 7 મહિના બાદ થયેલા આ વિસ્ફોટમાં નીકળેલી રાખનો ધુમાડો આકાશમાં 5 કિલોમીટરની ઊંચાઈ સુધી ગયો. ઇન્ડોનેશિયાના વૉલ્કેનોલોજી સેન્ટરના જણાવ્યા પ્રમાણે ગત વર્ષ ઑગષ્ટ મહિના બાદ આ પહેલો આટલો મોટો વિસ્ફોટ છે. ગત વર્ષથી જ્વાળામુખી માઉન્ટ સિનાબંગમાં સક્રિય ગતિવિધિઓ જોવા મળી રહી હતી. આના કારણે ઉત્તરીય સુમાત્રા પ્રાંતમાં બીજા સ્તરનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યુંછે

ઇન્ડોનેશિયાના વૉલ્કેનોલોજી એન્ડ જિયોલોજિકલ હજાર્ડ મિટિગેશન સેન્ટરે ઘણા પહેલા જ સિનાબંગ જ્વાળામુખીની આસપાસ ત્રણ કિલોમીટરના વિસ્તારમાં રહેનારા લોકોને સુરક્ષિત સ્થાનો પર જવાનો નિર્દેશ આપ્યો હતો. જ્વાળામુખી માઉન્ટ સિનાબંગના ફાટતા જ સોશિયલ મીડિયા પર થોડી ચિંતાની ઝલક જોવા મળી, પરંતુ કેટલાક સમય પછી આ બંધ થઈ ગઈ. વિસ્ફોટ બાદ આકાશમાં લગભગ 5 કિલોમીટરની ઊંચાઈ સુધી રાખ અને ગરમ ધૂળનો ગોટો જોવા મળ્યો.હતો

20 વર્ષના સ્થાનિક નિવાસી વિર્દા સિતેપુએ સમાચાર એજન્સી રૉયટર્સને જણાવ્યું કે અત્યારે માઉન્ટ સિનાબંગ જ્વાળામુખીમાં કોઈ પણ પ્રકારની ગતિવિધિ નથી થઈ રહી. ના તેમાં કોઈ વિસ્ફોટ થઈ રહ્યો છે. ફક્ત એકવાર તેજ ધમાકાની સાથે વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ ઊંચો રાખનો ગોટો ફેલાયો હતો. હવા નહોતી આ કારણે રાખ આસપાસના વિસ્તારોમાં ના ફેલાઈ. ઇન્ડોનેશિયા પેસિફિક રિંગ ઑફ ફાયર વિસ્તારમાં આવે છે. આ ક્ષેત્ર ભૂકંપ ગતિવિધિઓને લઇને જાણીતુ છે. અહીં દુનિયાની અનેક ટેક્ટોનિક પ્લેટ્સ પરસ્પર ટકરાય છે. અનેકવાર આના ઘર્ષણ, ખેંચાણ અથવા ટકરાવથી ભૂકંપ આવે છે. તો અનેકવાર જ્વાળામુખીમાં વિસ્ફોટ થાય છે. 

(12:00 am IST)