Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ટ્રમ્પ ઇફેક્ટ : આવેદનમાં ૪૦ ટકાનો થયેલો ઘટાડો

પશ્ચિમ એશિયામાંથી ઓછી અરજી કરાઇઃ અમેરિકામાં વિવિધ પ્રોગ્રામમાં એડમિશન મેળવવા માટે ઇચ્છુક વિદેશી અરજીદારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

વોશિગ્ટન,તા. ૩, અમેરિકાની યુનિવર્સિટીઓમાં જુદા જુદા પ્રોગ્રામમાં પ્રવેશ મેળવી લેવા માટે ઇચ્છુક વિદેશી આવેદકોની સંખ્યામાં આ વર્ષે ભારે ઘટાડો નોંધાયો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કટોર નીતિના કારણે આ પ્રવાહ જોવા મળી રહ્યો છે. અમેરિકન એસોસિએશન ઓફ કોલેજિએસટ રજિસ્ટર્સના કહેવા મુજબ જુદી જુદી કોલેજોમાં વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહેલી અરજીમાં આશરે ૪૦ ટકા સુધીનો ઘટાડો થયો છે. સૌથી ઓછા અરજીદાર પશ્ચિમ એશિયામાંથી નોંધાયા છે. કેટલાક અધિકારી કહી રહ્યા છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન નિતીના કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. બુધવારના દિવસે ટ્રમ્પના સુધારા ટ્રેવલ ઓર્ડર પર પ્રતિબંધ મુકનાર હવાઇના જજે કહ્યુ છે કે આ આદેશથી દેશની યુનિવર્સિટી સિસ્ટમને વધારે આર્થિક નુકસાન થશે. જે છ દેશોના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ભરતી કરે છે. નવા સત્તાવાર આદેશમાં સુડાન, સિરિયા, ઇરાન, સિબિયા, સોમાલિયા અને યમનના નાગરિકો પર ૯૦ દિવસના પ્રતિબંધનો સમાવેશ થાય છે.

ગ્રેજુએટ વિદ્યાર્થીઓનો પ્રવાહ સૌથી ઓછો રહ્યો છે. તેમની અરજીની સંખ્યામાં ૫૦ ટકાની આસપાનો ઘટાડો થયો છે. આના કારણે એવા વિષયને લઇને ચિંતા વધી ગઇ છે જે માત્ર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને જ ભણાવવામાં આવી રહ્યા છે. અભ્યાસ બાદ આંકડા દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમેરિકાના અર્થતંત્રમાં દર વર્ષે ૩૨ અબજ ડોલરનુ યોગદાન આપે છે. છેલ્લા દશકમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની આવક દેશમાં વધી હતી. ગયા વર્ષે જ આ આંકડો ૧૦ લાખને પાર કરી ગયો હતો. વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો ચિંતા ઉપજાવે છે.  તેમની અરજીની સંખ્યામાં ૫૦ ટકા સુધીનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. ન્યુયોર્ક યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ સદર્ન કેલિફોર્નિયા, નોર્થ ઇસ્ટર્ન યુનિવર્સિટીનું કહેવું છે કે, તેમના ત્યાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે.

(12:11 am IST)