Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ભારત ચેમ્પિયન બન્યા બાદ દેશભરમાં કરાયેલ ઉજવણી

રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને પણ અભિનંદન આપ્યા : દેશભરમાં ભારતના શાનદાર દેખાવની ચારેબાજુ ચર્ચાઓ

માઉન્ટ, તા. ૩ : આઇસીસી અંડર-૧૯ના વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે આજે  ઓસ્ટ્રેલિયા પર જીત મેળવીને તાજ જીતી લીધા બાદ દેશભરમાં આની ઉજવણી કરવામાં આવી હતી. કરોડો ચાહકો ઉજવણી કરવા માટે બહાર નિકળ્યા હતા. કેટલીક જગ્યાએ ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. ઐઆતિહાસિક અને ભવ્ય જીત બદલ દેશના રાષ્ટ્રપતિ રામનાત કોવિન્દ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અંડર ૧૯ ટીમને અભિનંદન આપ્યા હતા. સાથે સાથે તમામ ખેલાડીઓના દેખાવની પ્રશંસા કરી હતી. રામનાથ કોવિન્દ અને મોદીએ દેશના કરોડો ચાહકો તરફથી ટીમને શુભેચ્છા પણ પાઠવી હતી. બીજી બાજુ પૂર્વ ખેલાડીઓ તરફથી પણ ટીમ પર અભિનંદનનો વરસાદ શરૂ થઇ ગયો હતો. તમામ મહાન ખેલાડીઓએ ટીમને અભિનંદન આપ્યા હતા. જીત બાદ ભારતીય કોચ રાહુલ દ્રવિડે કહ્યુ હતુ કે આખરે મહેનત રંગ લાવી છે. સમગ્ર ટીમના ખેલાડીઓએ યોજનાપૂર્વક રમત રમી હતી. આજે પાઇનલ મેચ હોવાથી વહેલી સવારથી કરોડો ચાહકો ફાઇનલ મેચ જોવા માટે ટીવી પર ગોઠવાયા હતા. ભારતીય ટીમના ખેલાડીઓએ ચાહકોને નિરાશ કર્યા ન હતા અને ભવ્ય રમત રમી હતી.

(7:29 pm IST)
  • રાજસ્થાન – મધ્યપ્રદેશ - ગુજરાતમાં પણ રિલિઝ થશે 'પદ્માવત': કરણી સેના તૈયારઃ મુંબઇઃ દુનિયાભરમાં બમ્પર કમાણી કરી રહેલી પદ્માવત હવે જયાં કરણી સેનાનો વિરોધ છે ત્યાં પણ રિલીઝ થશેઃ આ પ્રકારના સંકેતો સ્વયં શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાએ આપ્યો છેઃ એટલુ જ નહિ કરણી સેના તરફથી ભણસાલી પ્રોડકશનને ભરોસો અપાયો છે કે અમે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતમાં વિરોધ નહી કરીએઃ આ બધુ કરણી સેનાએ એક પત્રના માધ્યમથી કહ્યુ છે access_time 11:57 am IST

  • U19 ક્રિકેટ વર્લ્ડકપ જીતવા બદલ ટીમ ઈન્ડીયા ને અને ખાસકરીને ભાવનગરના પનોતા પુત્ર હાર્વિક દેસાઈને ટ્વીટ કરીને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી access_time 3:56 pm IST

  • ગયા વર્ષે યોજાયેલી ગોવામાં વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લાંચ સંબંધીત ટિપ્પણીના આક્ષેપો અંગેના કેસમાં તેમના વિરુદ્ધ નોંધાયેલ મામલામાં નોટિસ ફટકારાઇ છે. 8 ફેબ્રુઆરીના રોજ આ બાબત પરની આગામી સુનાવણી થશે. કેજરીવાલે જાહેરમાં મતદારોને ગોવા ચૂંટણીઓ દરમિયાન વિપક્ષી દળો દ્વારા મતદાનના બદલામાં આપવામાં આવતી કથીત લાંચ લઈ લેવાની અપીલ કરી હતી. access_time 12:59 am IST