Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

આજે મોદીજી આપશે ડિપ્રેશન દૂર કરવાનો મંત્ર

મુંબઈ : ૧૦ અને ૧૨મા ધોરણની પરીક્ષા નજીક આવી રહી છે. આ સમયે વિદ્યાર્થીઓમાં તનાવ અને વાલીઓની મુશ્કલીઓ વધવા લાગે છે. વધુ ટેન્સનના કારણે વિદ્યાર્થીઓ ડિપ્રેશનનો શિકાર થઈ જાય છે અને આત્મહત્યા જેવા પગલા ભરી લે છે.

હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેની મદદ માટે આગળ આવ્યા છે. પરીક્ષાના ટેન્સનને દૂર કરવાના ઉપાયવાળા નરેન્દ્રભાઈ મોદીના પુસ્તકનું આજે લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ ૧૬ ફેબ્રુઆરીએ નરેન્દ્રભાઈ મોદી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કરશે.

૧૬મીએ ૧૦ કરોડ વિદ્યાર્થીઓ સાથે સંવાદ

એમએચઆરડી અનુસાર, ૧૬ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૧૦ કરોડ સ્કૂલના વિદ્યાર્થીઓ વીસીથી જોડાશે : સંવાદમાં વિદ્યાર્થીઓ નરેન્દ્રભાઈને રેકોર્ડેડ સંવાદ પૂછી શકશે અને નરેન્દ્રભાઈ તેના સવાલોના જવાબ આપશે : સવાલ મોકલનાર માટે મંત્રાલય પોર્ટલ પણ શરૂ કરાશે

(3:38 pm IST)