Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

કેરલની કોલેજમાં ઉત્તર ભારતના વિદ્યાર્થીઓએ ગૌમાંસ પીરસવાની ઘટનાબાદ વર્ગો અચોકકસ મુદ્દત માટે બંઘ

કોચીનઃ કેરલાના એક ઇજનેરી કોલેજમાં શાકાહારી વિદ્યાર્થીઓને બીફવાળી કટલેસ નાસ્તામાં આપ્યા બાદ ઉત્તર ભારતના વિદ્યાર્થીઓએ વિરોધ જગાવી કોલેજના પ્રિન્સીપાલને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે. બીજી તરફ શિક્ષણકાર્ય અચોકકસ મુદ્દત માટે બંધ કરાયું છે.  કુરૂનાદ ઇજનેરી કોલેજમાં આ ઘટના બની હતી.

 ઉત્તર ભારતના વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેમને એક કરામતથી બીફ દઇ તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે.  ૧૬૦ જેટલા ઉત્તર ભારતના વિદ્યાર્થીઓ વચ્ચે સંઘર્ષ થયો હતો.

 ભારે હોબાળો થતાં કોલેજ બંધ કરી દેવા કુલપતિએ આર્દેશ આપ્યો હતો.

(3:38 pm IST)