Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

'હાઇવે મેઇન્ટેન કરો નહીં તો ટોલ ટેકસ અડધો થઇ જશે'

હાઇકોર્ટની હાઇવે ઓથોરિટીને સ્પષ્ટ ચેતવણી

નવી દિલ્હી તા. ૩ : મદ્રાસ હાઈકોર્ટ તરફથી નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ને મદુરાઈ-વિરૂધુનગર રોડની ખરાબ સ્થિતિને ધ્યાનમાં રાખીને ટોલ પ્લાઝા પર ટોલ ચાર્જ અડધો કરી નાખવાનો આદેશ આપ્યો હતો. હવે NHAI તરફથી દરેક અધિકારીને કહેવામાં આવ્યું છે કે, દેશના દરેક નેશનલ હાઈવેનું મેઈન્ટેનન્સ સુનિશ્ચિત કરે, નહીં તો ટોલ ચાર્જીસ અડધા કરી દેવામાં આવશે.

યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ સેક્રેટરી યુધવીર સિંહ મલિકે જણાવ્યું કે, અમે કોર્ટના ઓર્ડરને સ્વીકારીએ છીએ અને મેં NHAIને પણ આ ઓર્ડરને ન પડકારવાની અપીલ કરી છે. અમે દર વર્ષે રોડનું મેઈન્ટનન્સ કામ થાય તેવા પ્રોટોકોલની ભલામણ કરી છે.

NHAIના અધિકારીઓએ પણ રાજયના અધિકારીઓને આ ઓર્ડર આપ્યો હોવાની વાતની પૃષ્ટિ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એક એવો રેર કેસમાં જેમાં NHAIએ કોર્ટના આદેશને પડકાર્યો નથી અને હાઈવે ઓપરેટર્સને મેસેજ આપ્યો છે કે, લોકો સારી સર્વિસ માટે ટોલ ચાર્જ ભરતા હોય છે. માટે તેમને સારા રોડ્સ મળે તે તેમનો અધિકાર છે.

ઉલ્લેખનીય છે કે, ગુડગાંવ-જયપુર હાઈવે પર ભુવા પડેલા હોવા છતાં તેના ટેકસમાં વધારો થવાને કારણે તે વાત બહાર પાડી હતી. જે રોડ વ્યવસ્થિત મેઈન્ટેન ન થયા હોય તેમના પર ટોલની કિંમત ન વધારવાના સુપ્રીમના ઓર્ડરના ભંગનો ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ પર્દાફાશ કર્યો હતો. ત્યારપછી સપ્ટેમ્બર, ૨૦૧૫માં દિલ્હી-જયુપર નેશનલ હાઈવે-૮ના ટેકસવધારાને પણ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

(9:56 am IST)