Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

શા માટે વેફર્સના પેકેટમાં ભરવામાં આવે છે હવા?

મુંબઇ તા. ૩ : તમે જયારે પણ વેફર (ચિપ્સ)ના પેકેટ ખરીદી કરી હશે ત્યારે તમને પણ વિચાર આવ્યો હશે કે પેકેડમાં હવા કેમ ભરેલી છે? આ કંઈ હવા હોય છે અને શા માટે ભરવામાં આવે છે તે તમામ બાબતોનો જવાબ આજે અમે તમને આપીશું.

કંપની દ્વારા વેફર્સના પેકેટમાં નાઈટ્રોઝન ભરવામાં આવે છે. મોટાભાગના લોકો વિચારતા હોય છે કે તેમાં ઓકિસઝન ગેસ હોય છે પરંતુ એવું નથી હોતું. નાઈટ્રોઝન ગેસ ભરવા પાછળ ત્રણ થિયરી હોય છે.

ચિપ્સને તૂટવાથી બચવા માટે પેકેટમાં હવા ભરવામાં આવે છે. પેકેટમાં હવા ન હોય તો ચિપ્સને હાથ લગાડવાથી કે સામાન અથડાવાથી ચિપ્સ તૂટી જાય છે.

ઓકસીઝન ખુબ જ રિએકિટવ ગેસ હોય છે. જેના કારણે આ ગેસ જો ભરવામાં આવે તો જલદી બેકટેરિયા આવી શકે છે. જેના કારણે ખાવાપીવાની વસ્તુઓના પેકેડમાં ઓકસીઝનને બદલે નાઈટ્રોઝન ગેસ ભરવામાં આવે છે. નાઈટ્રોઝન ઓછો રિએકિટવ ગેસ છે, જે બેકટેરિયા અને બીજા કિટાણુઓને દૂર રાખે છે. વર્ષ ૧૯૯૪માં આ અંગે એક રિસર્ચ પણ કરવામાં આવ્યું હતું, જેમાં નાઈટ્રોઝન ચિપ્સને લાંબા સમય સુધી ક્રિસ્પી બનાવી રાખે છે તેવું સાબિત થયું હતું.

જયારે આપણે હવાથી ભરેલા નાસ્તાના પેકેટની ખરીદી કરીએ છીએ ત્યારે ચિપ્સ એકદમ ક્રંચી નિકળે છે. એટલેકે પેકેટમાં હવા હોય તો તે વાતની ગેરંટી છે કે ચિપ્સ એરટાઈટ પેકમાં છે. નાઈટ્રોઝન ભરેલો હોવાથી પેકેટની સાઈઝ મોટી દેખાય છે અને ગ્રાહક પણ વિચારે છે કે તેમાં વધારે ચિપ્સ હોય છે.

ઈટટ્રીટ નામની એક વેબસાઈટ અનુસાર દેશમાં ૨૫ રૂપિયાથી ઓછી કિંમતમાં મળતા પેકેટમાં કેટલો નાઈટ્રોઝન ગેસ હોય છે.

- લેઈઝના પેકેટમાં ૮૫ ટકા નાઈટ્રોઝન ગેસ

- અંકલ ચિપ્સમાં ૭૫ ટકા નાઈટ્રોઝન ગેસ

- બિન્ગો મેડ એન્ગલમાં ૭૫ ટકા નાઈટ્રોઝન ગેસ

- હલ્દીરામ ટકાટકમાં ૩૦ ટકા નાઈટ્રોઝન ગેસ

- કુરકુરેના પેકેટમાં ૨૫ ટકા નાઈટ્રોઝન ગેસ

(9:53 am IST)