News of Saturday, 3rd February 2018

સલમાન શર્ટ ઉતારી કમાતો રૂ. ૧૦૦ કરોડ, મેં કુર્તો ઉતાર્યો તો મળ્યા ૩૪૦૦ કરોડ

આવું કહેવું છે હરિયાણાના કૃષિ મંત્રી ઓપી ધનખડનું

હિસાર તા. ૩ : જે ફિલ્મમાં સલમાન ખાન શર્ટ ઉતારી નાખે છે તે ફિલ્મ ૧૦૦ કરોડનો બિઝનેસ કરે છે. મેં કુર્તો ઉતાર્યો તે ૩૪૦૦ કરોડ મળી ગયાં. આવું કહેવું છે હરિયાણાનાં કૃષિ મંત્રી ઓપી ધનખડનું. ધનખડે નિમાણા ગામમાં પ્રદેશ સ્તરીય સમીક્ષા બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન આ વાત કરી.

એમણે જણાવ્યું કે મેં પ્રદર્શન દરમ્યાન કુર્તો ઉતાર્યા બાદ મંત્રી પદ સંભાળ્યું તો પ્રદેશનાં ખેડૂતોને ૩૪૦૦ કરોડ વળતર આપવામાં આવ્યું. એવામાં મારા કુર્તો ૩૪૦૦ કરોડનો છે કે જે સલમાન ખાનનાં કુર્તા કરતા પણ મોંઘો છે.

કૃષિ મંત્રી ઓપી ધનખડે બજેટ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કેટલાંક લોકો એમણે પ્રશ્નો કરે છે કે વિપક્ષમાં રહેતી વખતે તે કુર્તો નિકાળીને પ્રદર્શન કરતા હતાં. સરકારમાં આવવા પર આનાંથી ખેડૂતોને શું ફાયદો થયો. કેન્દ્રીય બજેટથી સ્પષ્ટ થઇ ગયું છે કે એમનો કુર્તો સલમાન ખાનનાં કુર્તા કરતા વધારે મોંઘો છે.

(10:45 am IST)
  • U19 ક્રિકેટ વર્લ્ડકપ જીતવા બદલ ટીમ ઈન્ડીયા ને અને ખાસકરીને ભાવનગરના પનોતા પુત્ર હાર્વિક દેસાઈને ટ્વીટ કરીને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી access_time 3:56 pm IST

  • કાલનો બૂથ ઉપરનો મતદાર યાદી કાર્યક્રમ કેન્સલ કરતું ચૂંટણી પંચ હવે ૧૧ મીના રવિવારે ખાસ ઝૂંબેશઃ આવતીકાલનો બૂથ ઉપર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-ગ્રામ પંચાયત ચૂંટણી સંદર્ભે કેન્સલઃ હવે ૧૧ મીએ રાજકોટ શહેર-જીલ્લાના ર૧પ૮ મતદાન મથકો ઉપર સવારે ૧૦ થી સાંજે ૬ સુધી બીએલઓ દ્વારા ફોર્મ અપાશેઃ સ્વીકારાશેઃ આજ સુધીમાં ૧ર હજાર જેટલા નવા ફોર્મ ભરાયા access_time 12:01 pm IST

  • પાકિસ્તાને દરિયામાંથી અપહરણ કરેલ માછીમારોની સંખ્યામાં વધારો : પાકમરીને ૮ બોટ અને ૪૨ માછીમારોને પકડી લીધા હોવાનું બહાર આવ્યુ : તમામ બોટ પોરબંદરની access_time 5:55 pm IST