Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

અલાબાના રાજયના સેનેટર ડગ જોન્‍સની ચુંટણીને રાજયના અધીકારીઓએ માન્‍યતા આપીઃ ૩જી જાન્‍યુઆરીના રોજ પોતાના હોદ્દાની સોગંદવિધિ બાદ સેનેટર તરીકે સેનેટમાં બીરાજમાન થશેઃ રીપબ્‍લીકન પાર્ટીના ૫૧ તથા ડેમોક્રેટીક પાર્ટીના ૪૯ જેટલા સભ્‍યો સેનેટમાં હશેઃ પાતળી બહુમતીથી રીપબ્‍લીકન પાર્ટી સત્તામાં સેનેટમાં કટોકટી ભરી પરિસ્‍થિતિ

 (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) ગયાડીસેમ્‍બર માસની બારમી તારીખને મંગળવારે અલાબામાં રાજયની ખાલી પડેલ સેનેટના ઉમેદવારો અંગે ચુંટણી યોજવામાં આવી હતી અને તે દિવસે બહાર આવેલા પરિણામમાં ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર ડગ જોન્‍સનો ભવ્‍ય વિજય થતાં અલાબામા રાજયમાં આનંદની લાગણીઓ પ્રસરી જવા પામી હતી જયારે રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર રોય મોરનો કારમો પરાજય થયો હતો. આ ચુંટણીના પરિણામને જરૂરી પ્રમાણપત્ર આપવા માટે ૨૮મી ડીસેમ્‍બરના રોજ અલાબામાં રાજયના જવાબદાર અધીકારીઓએ ડેમોક્રેટીક પાર્ટીના વિજેતા ઉમેદવાર ડગ જોન્‍સને જરૂરી વિજેતા પ્રમાણપત્ર આપતા હવે તેઓ જાન્‍યુઆરી માસની ૩જી તારીખે સેનેટના પ્રમુખ પેન્‍સની પાસે હાજર થઇ તે અંગેની સોગંદવિધી કરશે અને ત્‍યાર બાદ તેઓ ડેમો ક્રેટીક પાર્ટીના સેનેટર તરીકે સેનેટમાં પોતાનું સ્‍થાન ગ્રહણ કરશે.

છેલ્લા ૨૫ વર્ષના સમયગાળા બાદ સૌ પ્રથમ વખત ડેમોક્રેટીક પાર્ટીના સેનેટર તરીકે ડગ જોન્‍સ કેજેઓ અલાબામાં રાજયના યુએસ પ્રોસીકયુટર હતા તેમણે ચુંટણીમાં જંપલાવી સેનેટર તરીકે વિજયી થતા અલાબામાં રાજય જે રીપબ્‍લીકન પાર્ટીનો ગઢ ગણાતુ હતુ તેમાં ગાબડું પાડીને ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર વિજયી બનતા ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓમાં એક નવીન પ્રકારનું ઘોડાપુર આવ્‍યું હોય તેમ લાગી રહ્યું છે થોડા સમય પહેલા વર્જીનીયા રાજય તથા ન્‍યુજર્સી રાજયના ગવર્નરો તરીકે ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવારો વિજયી થતાં આ પાર્ટીના ઉમેદવારોમાં એક નવા પ્રાણનો સંચાર થયેલો જોવા મળે છે અને આવતા વર્ષે એટલે કે ૨૦૧૮ની સાલમાં યોજાનાર મધ્‍યવર્તી ચુંટણીમાં પણ આ ટ્રેન્‍ડ ચાલુ રહેશે તો અનેક પ્રકારના અણધાર્યા પરિણામો બહાર આવે તો નવાઇની વાત નથી.

ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓ પણ હવે નવા વર્ષથી સજાગ બની પ્રજાના હિતમાં અનેક પ્રકારના પગલાઓ ભરવાની શરૂઆત કરેલ છે અને સમય પસાર થતા તેનું શું પરિણામ આવે તે જોવાનું રહે છે.

 

(9:17 pm IST)