Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

મુંબઈમાં ૨ જાન્યુઆરી સુધી કલમ ૧૪૪ લાગુઃ કર્ફયુ જેવા આકરા પ્રતિબંધો જાહેર

૪ ડિસેમ્બર ૨૦૨૨થી ૨ જાન્યુઆરી ૨૦૨૩ સુધી શહેરમાં હથિયારોઃ ફાયર આર્મ્સ, તલવારો અને અન્ય હથિયારો પર પણ પ્રતિબંધ

મુંબઈ, તા.૨: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં અચાનક કલમ ૧૪૪ લાગૂ કરવાનું ઍલાન કર્યું છે. શહેરમા શાંતિ જાળવવા માટે અને સાર્વજનિક વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચ તેના માટે મુંબઈ પોલીસે ૪ ડિસેમ્બરથી ૨ જાન્યુઆરી સુધી શહેરમાં કલમ ૧૪૪ લાગૂ કરી દીધી છે. આ દરમિયાન પાંચ અથવા તેનાથી વધારે લોકો ઍક સાથે ઍક જગ્યા પર ઍકઠા થઈ શકશે નહીં.

મુંબઈ પોલીસ દ્વારા તાજેતરમાં જાહેર કરેલા આદેશ મુજબ, ૪ ડિસેમ્બર ૨૦૨૨થી ૨ જાન્યુઆરી ૨૦૨૩ સુધી શહેરમાં હથિયારો, ફાયર આર્મ્સ, તલવારો અને અન્ય હથિયારો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. ઍટલું જ નહીં આ દરમિયાન જાહેર જગ્યા પર નારા, પ્રદર્શન અને ગીત સાથે પ્રદર્શન કરવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

આટલા પ્રતિબંધો લાગૂ થશેઃ લાઉડસ્પીકર, વાદ્ય યંત્ર અને બેન્ડવાજા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

તમામ પ્રકારના વિવાહ સમારંભ, અંતિમ સંસ્કાર સભાઓ, કબ્રસ્તાનોના રસ્તા પર જૂલૂસ, કંપનીઓ, ક્લબ, સહકારી સમિતિઓ અને અન્ય સંઘોના મોટા પાયે થતી બેઠકો પર રોક. સરકારી અથવા અર્ધ સરકારી કાર્ય કરનારા સરકારી કાર્યાલયો, કોર્ટ અને સ્થાનિક નિગમની આસપાસ ૫ અથવા તેનાથી વધારે લોકો ઍકઠા થઈ શકશે નહીં.

ક્લબ-થિયેટર અથવા સાર્વજનિક મનોરંજનની જગ્યાની આસપાસ અથવા કોઈ પણ સ્થાન પર મોટા પાયે લોકોને ઍકઠા થવા પર રોક, નાટકો અથવા કાર્યક્રમો, કૃત્યોને જોવાના ઉદ્દેશ્યથી ઍકઠા થવા પર રોક.

કોર્ટ અને સરકારી કાર્યાલયોની આસપાસ અને સરકારી અથવા અર્ધ સરકારી કાર્યવાળા ઍકમોની લોકો ઍકઠા થઈ શકશે નહીં.

શૈક્ષણિક ગતિવિધિઓ માટે સ્કૂલ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં બેઠકો કરવા પર પ્રતિબંધ લાગેલો રહેશે.

કારખાનાના સામાન્ય વ્યવસાય માટે બેઠક પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

દુકાનો તથા પ્રતિષ્ઠાનો અથવા વ્યવસાય સાથે જોડાયેલી બેઠકો અને સભાઓ તથા જૂલૂસોના પ્રદર્શન પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

(3:31 pm IST)