Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ફ્રાન્સના વડાપ્રધાને બ્રિટનના પીએમને જોકર કહેતા વિવાદ

ઈમેન્યુઅલ મેક્રોને સંબોધન કર્યું : મેક્રોનની નારાજગીનુ કારણ બ્રિટિશ પીએમને મોકલેલો એક પત્ર હતો અને મેક્રોને તો વ્યવહારને અસભ્ય ગણાવ્યો

નવી દિલ્હી, તા. : ફ્રાંસના પીએમ ઈમેન્યુઅલ મેક્રોને એક ખાનગી વાતચીત દરમિયાન બ્રિટિશ પીએમ બોરિસ જોનસનને જોકર તરીકે સંબોધ્યા હોવાનુ ફ્રાંસના એક મેગેઝિનનુ કહેવુ છે.

મેક્રોનની નારાજગીનુ કારણ બ્રિટિશ પીએમ જોનસને મોકલેલો એક પત્ર હતો અને મેક્રોને તો બ્રિટિશ પીએમના વ્યવહારને અસભ્ય  પણ ગણાવ્યો હતો.

નારાજગી મૂળમાં બુધવારે બનેલી એક ઘટના છે.જેમાં ઈંગ્લિશ ચેનલમાં શરણાર્થીઓની એક બોટ ડુબી ગઈ હતી અને પછી બંને વડાપ્રધાન વચ્ચે ફોન પર વાત થઈ હતી. પછી મેક્રોને બ્રિટિશ પીએમ જોનસનના વ્યવહારને લઈને ફરિયાદ કરી હતી. જોકે મેક્રોનની નારાજગી બોરિસ જોનસનના પત્રને લઈને વધારે છે.જેમાં જોનસને ઈંગ્લિશ ચેનલમાં બંને દેશોના જોઈન્ટ પેટ્રોલિંગનો પ્રસ્તાવ મુકયો હતો.જેથી ફ્રાંસના દરિયા કિનારાથી બ્રિટન આવતી શરણાર્થીઓની બોટો પર પ્રતિબંધ મુકી શકાય.

દરમિયાન ફ્રાન્સે પ્રસ્તાવને ઠુકરાવીને કહ્યુ છે કે, અમે બ્રિટિશ પીએમના જાહેર પત્રને સ્વીકારતા નથી.દરમિયાન ઈંગ્લિશ ચેનલ થકી આવતા શરણાર્થીઓને રોકવા માટેની પાંચ સૂત્રીય યોજનાવાળા એક પત્રને જોનસને સોશિલ મીડિયા પર રજૂ કર્યો હતો.જેનાથી મેક્રોન નારાજ થયા હતા.

તેમણે કહ્યુ હતુ કે, બ્રિટિશ પીએમ મુદ્દા પર ગંભીર નથી.કારણકે આવા મુદ્દાઓ પર ટ્વિટ કરીને કે પત્રો મોકલીને સંવાદ નથી કરવામાં આવતો.

(9:56 pm IST)