Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

મુંબઈ એરપોર્ટ પર 5 કિલો હેરોઇન સાથે વિદેશી મુસાફર ઝડપાયો

એક મુંબઈ એરપોર્ટના કસ્ટમ વિભાગે વિદેશી મુસાફરને ડ્રગ્સ સાથે ઝડપી પડ્યો છે. આરોપી 5 કિલો હેરોઈન લઈને એરપોર્ટ પર પહોચ્યો હતો જેમાં તપાસ કરતા તેની પાસેથી 34 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું. આરોપીની ધરપકડ કરી હતી અને વધુ પુછપરછ કરવામાં આવી રહી છે.

પહેલા પણ મુંબઈના વાશીમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડ્યો હતો. જેમાં 1476 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હતું. ડીઆરઆઈની ટીમને બાતમી મળી હતી કે એક ટ્રકમાં મોટા પ્રમાણમાં ક્રિસ્ટલ મેથામ્ફેટામાઈન અને કોકેઈનની દાણચોરી થઈ રહી છે. ટીમે આ ટ્રકને વાશી પાસે ઘેરી લઈને તેની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન ટ્રકમાં વેલેન્સિયા સંતરા જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ તેના બોક્સ ખોલ્યા તો તેમાંથી ડ્રગ્સ નીકળ્યું. તપાસમાં બહાર આવ્યું છે કે વિદેશી નારંગીની આડમાં 198 કિલો ક્રિસ્ટલ મેથામ્ફેટામાઈન અને 9 કિલો કોકેઈનની દાણચોરી કરવામાં આવી રહી હતી.

(3:10 pm IST)