Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

દેશના ભાવી મુખ્ય ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ હિમા કોહલીની સુપ્રીમ કોર્ટની પીઠે તમામ રેકોર્ડ તોડી નાખ્યાઃ 10.40 કલાકમાં 75 કેસની સુનાવણી કરી

ગત વખતે 16 ઓગસ્ટે જસ્ટિસ ચંદ્રચૂડની આગેવાની ધરાવતી પીઠે સાંજના પોણા સાત એટલે કે 6.45 વાગ્યા સુધી સુનાવણી કરી હતી

 

નવી દિલ્હી: દેશના ભાવી મુખ્ય ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ હિમા કોહલીની સુપ્રીમ કોર્ટની પીઠે શુક્રવારે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પીઠે રાતના આશરે સવા નવ વાગ્યા સુધી સુનાવણી કરી હતી. લગભગ 75 કેસની સુનાવણી થઇ હતી. સામાન્ય દિવસમાં સાંજે ચારથી પાંચ વાગ્યા સુધી ન્યાયિક કાર્યવાહી પૂર્ણ થઇ જાય છે જ્યારે દુર્ગાપૂજા, વિજયા દશમીની રજા પહેલા જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ હિમા કોહલીની બેંચે રાતના 9.10 વાગ્યા સુધી સુનાવણી કરી હતી.

કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે તમામ સ્ટાફનો આભાર માન્યો હતો. શુક્રવારે આ પીઠે 10 કલાક 40 મિનિટ સુધી કેસની સુનાવણી કરી હતી. દશેરાની રજા પહેલા શુક્રવારે અંતિમ કાર્ય દિવસ હતો. કેસની સુનાવણી ટળવાનો અર્થ હતો લાંબી રાહ. ગત વખતે 16 ઓગસ્ટે જસ્ટિસ ચંદ્રચૂડની આગેવાની ધરાવતી પીઠે સાંજના પોણા સાત એટલે કે 6.45 વાગ્યા સુધી સુનાવણી કરી હતી.

જુલાઇમાં વર્તમાન ચીફ જસ્ટિસ યૂયૂ લલિતે પ્રાયોગિક રીતે સવારના સાડા નવ વાગ્યે જ પોતાની કોર્ટમાં સૂચીબદ્ધ કેસની સુનાવણી શરૂ કરી દીધી હતી, તેમનું કહેવુ હતુ કે જ્યારે બાળક તૈયાર થઇને સવારના સાત વાગ્યે સ્કૂલ જઇ શકે છે તો અમે જલ્દી કોર્ટમાં કેમ નથી આવી શકતા.

જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ (ડીવાય ચંદ્રચૂડ) અમેરિકાની હાર્વડ લૉ સ્કૂલમાંથી જ્યૂરિડિકલ સાયન્સમાં પીએચડી કર્યુ છે. બૉમ્બે હાઇકોર્ટમાં વકીલાતની શરૂઆત કરી હતી. 1998માં તેમણે ભારત સરકારમાં એડિશન સૉલિસિટર જનરલ નિયુક્ત કરવામાં આવ્યા હતા. જૂન 2000માં બૉમ્બે હાઇકોર્ટના જજ બન્યા. ઓક્ટોબર 2013માં ઇલાહાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત થયા હતા.

ત્યાથી મે 2016માં સુપ્રીમ કોર્ટમાં જજ બન્યા. જસ્ટિસ ચંદ્રચૂડ એવી કેટલીક બેંચનો ભાગ રહ્યા છે જેમણે સમાજ સાથે જોડાયેલા કેટલાક મોટા નિર્ણય આપ્યા છે.

(2:21 pm IST)