Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

અમેરિકાના ફલોરિડા અને દક્ષિણ કેરોલિનામાં ઇયાન વાવાઝોડાએ વિનાશ સર્જ્યોઃ ર૧ ના મોતઃ દક્ષિણ કેરોલિનામાં ઘરો-ઓફિસોમાં વીજ પુરવઠો ખોરવાયો

ઇયાન વાવાઝોડું અત્‍યાર સુધીમાં યુએસમાં ત્રાટકેલા સૌથી ભયાનક ટોર્નેડા જેવુ બન્‍યુઃ દરિયાકાંઠાના મર્ટલ બીચ અને આજુબાજુ વિસ્‍તારોમાં પુર ફરી વળ્યાં

 

ફ્લોરિડા: ચક્રવાત ઈયાનને કારણે અમેરિકાના ફ્લોરિડા અને દક્ષિણ કેરોલિનામાં ભારે વિનાશ સર્જાયો છે. શુક્રવારે આ વાવાઝોડાની તબાહી ફ્લોરિડામાં જોવા મળી હતી.

વાવાઝોડાની ગતિ થોડી ધીમી થઈ ગઈ છે, પણ ખતરો હજુ ટળ્યો નથી. તોફાનના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ફ્લોરિડા સહિત અન્ય વિસ્તારોમાં પણ આ સ્થિતિ ઘણા દિવસો સુધી રહી શકે છે.

ફ્લોરિડાના ઇમરજન્સી સેવાઓના અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવાર સવાર સુધીમાં 21 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તમામ મોત તોફાનના કારણે થયા છે કે કેમ.

ઇયાન એ યુ.એસ.માં ત્રાટકેલા અત્યાર સુધીના સૌથી ભયંકર ટોર્નેડો પૈકીનું એક છે, જેણે બુધવારે ફ્લોરિડામાં ભારે વિનાશ સર્જ્યો હતો.

દરિયાકાંઠાના દક્ષિણ કેરોલિનામાં, હરિકેન ઇયાન ચાર ફેરીનો નાશ કર્યો અને દરિયાકાંઠાના શહેર મર્ટલ બીચ સહિત આસપાસના વિસ્તારોમાં પૂરનું કારણ બન્યું.

શુક્રવાર સાંજ સુધીમાં દક્ષિણ કેરોલિનામાં લગભગ 20 લાખ ઘરો અને ઓફિસોમાં વીજળી નહોતી.

નેશનલ હરિકેન સેન્ટર (NHC) અનુસાર, વાવાઝોડું હવે લગભગ 95 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.

NHC કહે છે કે વાવાઝોડું ઈયાન શુક્રવારે થોડું નબળું પડ્યું હતું, પરંતુ તે હજુ પણ ખતરનાક છે.

એજન્સીએ ચેતવણી આપી છે કે વાવાઝોડાને કારણે આવેલા પૂર આવતા સપ્તાહ સુધી ચાલુ રહી શકે છે.

ફ્લોરિડામાં વાવાઝોડાને કારણે ઘણું નુકસાન થયું છે. લોકોના ઘરો ધરાશાયી થયા છે. ફ્લોરિડામાં 1.6 મિલિયનથી વધુ લોકો વીજળી વિના જીવી રહ્યાં છે.

રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું, “અમે તોફાનથી થયેલા નુકસાન અને વિનાશનું મૂલ્યાંકન કરવાનું શરૂ કરી રહ્યા છીએ.

તેમણે કહ્યું કે હરિકેન ઈયાન અમેરિકાના ઈતિહાસની સૌથી ગંભીર કુદરતી આફતોમાંથી એક છે.

(2:20 pm IST)