Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ પ્રમાણપત્ર વિના પંપ પર વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ ભરી શકાશે નહીઃ AAP સરકારે નિર્ણય

આ નિર્ણય પર્યાવરણ, પરિવહન અને ટ્રાફિક વિભાગના અધિકારીઓની બેઠકમાં લેવામાં આવ્યો છે

નવી દિલ્‍હીઃ  રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ પ્રમાણપત્ર વિના પંપ પર વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ ભરી શકાશે નહીં.આ પહેલા પ્રમાણપત્ર બતાવવાનું રહેશે. દિલ્હીના પર્યાવરણમંત્રી ગોપાલ રાયે શનિવારે જણાવ્યું હતું કે વાહનોના પ્રદૂષણને રોકવા માટે, AAP સરકારે નિર્ણય લીધો છે કે,25 ઓક્ટોબરથી રાષ્ટ્રીય રાજધાનીના પેટ્રોલ પંપ પર PUC (પ્રદૂષણ નિયંત્રણ હેઠળ) પ્રમાણપત્ર વિના પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ કરાવવામાં આવશે નહીં.

તેમણે કહ્યું કે,આ અંગે ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.દિલ્હીમાં વધતા પ્રદૂષણમાં વાહનોનું ઉત્સર્જન મુખ્ય ફાળો આપનાર છે. રાયે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેને ઘટાડવું હિતાવહ છે, તેથી નિર્ણય લેવામાં આવ્યો છે કે 25 ઓક્ટોબરથી PUC પ્રમાણપત્ર વિના પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ કરાવવામાં આવશે નહીં. આ નિર્ણય પર્યાવરણ, પરિવહન અને ટ્રાફિક વિભાગના અધિકારીઓની બેઠકમાં લેવામાં આવ્યો છે.

(12:00 pm IST)