Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

મોદી યુનોની મહાસભાને સંબોધન કરશે

૨૬મીએ સંબોધનઃ બેઠક વર્ચુઅલ હશે

નવી દિલ્હી, તા.૨: પીએમ નરેન્દ્રભાઇ મોદી UNGA એટલે કે સંયુકત રાષ્ટ્રની મહાસભામાં બોલી શકે છે. પીએમ મોદીનું સંબોધન ૨૬ સપ્ટેમ્બરના રોજ થઇ શકે છે. પીએમનું આ ભાષણ   રેકોર્ડર થશે લાઇવ નહીં હોય. પ્રથમ વખત સંયુકત રાષ્ટ્ર મહાસભાની કોરોનાને કારણે તે વર્ચુઅલ બનશે.

ચીનની સરહદ વિવાદ અને પાકિસ્તાન સાથેના સંદ્યર્ષ વચ્ચે સંયુકત રાષ્ટ્રમાં પીએમ મોદીના ભાષણ પર તમામની નજર છે. પીએમ મોદીનું આ ભાષણ ૨૬ સપ્ટેમ્બરના રોજ થશે.

પીએમ નરેન્દ્રભાઇ મોદીના ભાષણ પહેલા ૨૫ સપ્ટેમ્બરે પાકિસ્તાન સંયુકત રાષ્ટ્રમાં ભાષણ કરશે. તેથી જ પીએમ મોદીનું  વધુ મહત્વના થઇ જાય છે. પીએમ મોદી પોતાના ભાષણમાં પાકિસ્તાન દ્વારા ઉભા થયેલા મુદ્દાઓનો સીધો અને આડકતરી રીતે જવાબ આપી શકે છે.

આ વખતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસની ચૂંટણી પહેલા સંયુકત રાષ્ટ્ર મહાસભામાં તેમનું છેલ્લું ભાષણ કરશે. તેથી, દરેકની નજર રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભાષણ પર રહેશે. કોરોના ફેલાવવાના આરોપોનો સામનો કરી રહેલા ચીનનું સંબોધન પણ મહત્વનું છે.

(4:06 pm IST)