Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

પીએમ મોદીએ મિતાલી રાજને નિવૃત્તિ બાદ મોકલ્યો પત્ર : શાનદાર કરિયર માટે પાઠવી

મિતાલીએ પીએમ મોદી તરફથી મળેલો પત્ર શેયર કર્યો અને કહ્યું કે તે પ્રશંસાથી અભિભૂત છે

ભારતીય મહિલા ક્રિકેટમાં સૌથી મોટું નામ અને સૌથી મોટી ઓળખ બનાવનાર પૂર્વ કેપ્ટન મિતાલી રાજ રમતમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. થોડા દિવસો પહેલા મિતાલીએ આ જાહેરાત કરી હતી અને તેની જાહેરાતે ભારતીય ફેન્સને ભાવુક કરી દીધા હતા. બધાએ મિતાલીને તેના યોગદાન માટે યાદ કરી અને આભાર માન્યો. ભારતીય ફેન્સ બાદ મિતાલીનું હવે દેશના ટોપના નેતા એટલે કે વડાપ્રધાન મોદીએ શુભકામનાઓ આપી છે. મિતાલીએ પીએમ મોદી તરફથી મળેલો પત્ર શેયર કર્યો અને કહ્યું કે તે પ્રશંસાથી અભિભૂત છે.

પૂર્વ કેપ્ટન મિતાલીને શનિવારે 2 જુલાઈના રોજ એક ટ્વીટ કર્યું, જેમાં તેણે પીએમ તરફથી મળેલા પત્રની તસ્વીર પણ પોસ્ટ કરી. મિતાલીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે આ સન્માન અને ગર્વની વાત છે કે જ્યારે આપણા વડાપ્રધાન તરફથી આટલું પ્રોત્સાહન મળે છે, જે મારા સિવાયના લાખો લોકો માટે આદર્શ અને પ્રેરણાસ્ત્રોત છે. ક્રિકેટમાં મારા યોગદાન માટે તેમના દ્વારા બોલવામાં આવેલા પ્રોત્સાહન ભર્યા શબ્દોથી હું અભિભૂત છું.

(9:59 pm IST)