Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

અમરાવતી મર્ડરના મુખ્ય આરોપી ઈરફાન ખાનની ધરપકડ: કેમિસ્ટનું ગળું કાપવા માટે ઉશ્કેર્યા હતા

નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ મૂકવા બદલ કોલ્હેની થઈ હત્યા

મહારાષ્ટ્રના અમરાવતીમાં દવાની દુકાન ચલાવતા ઉમેશ કોલ્હેની હત્યાના મુખ્ય આરોપી ઈરખાન ખાનને પોલીસે ઝડપી પાડ્યો છે, પોલીસે નાગપુરમાંથી તેની ધરપકડ કરી છે.

આરોપી એક એનજીઓ ચલાવે છે અને તે જ હતો જેણે શમીમ અને તેના મિત્રોને હત્યા કરવા માટે પ્રેરિત કર્યા હતા તેમજ લોજિસ્ટિક સપોર્ટ આપ્યો હતો. અમરાવતીના એસીપી આરતી સિંહે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી ઇરફાન ખાનની પૂછપરછ ચાલી રહી છે.

આ ઘટના 21 જૂને રાત્રે 10 થી 10.30 વાગ્યાની વચ્ચે બની હતી જ્યારે ઉમેશ તેની દુકાન 'અમિત મેડિકલ સ્ટોર' બંધ કરીને ઘરે જઈ રહ્યો હતો. સંકેત તેની પત્ની વૈષ્ણવી સાથે બીજા સ્કૂટર પર સવાર હતો. સંકેતે જણાવ્યું હતું કે, 'અમે પ્રભાત ચોકથી જઈ રહ્યા હતા અને અમારા સ્કૂટર વિમેન્સ કોલેજ ન્યૂ હાઈસ્કૂલના ગેટ પાસે પહોંચ્યા. મારા પિતાની સ્કૂટી સામે એક મોટરસાઇકલ પર આવેલા બે માણસો અચાનક આવી ગયા. તેઓએ મારા પિતાની બાઇક રોકી હતી અને તેમાંથી એકે તેમના ગળાની ડાબી બાજુએ છરી વડે હુમલો કર્યો હતો. મારા પિતા પડી ગયા અને લોહી વહેવા લાગ્યું. મેં મારું સ્કૂટર રોક્યું અને મદદ માટે બૂમો પાડવા લાગી. અન્ય એક વ્યક્તિ આવ્યો અને ત્રણેય મોટરસાઇકલ પર સ્થળ પરથી ભાગી ગયા." આસપાસના લોકોની મદદથી, કોલ્હેને નજીકની એક્સન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું.

(9:50 pm IST)